GANDHINAGA:ગાંઘીનગર મુખ્યમંત્રી તરીકે  ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ પૂર્ણ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ

GANDHINAGA:ગાંઘીનગર મુખ્યમંત્રી તરીકે  ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ પૂર્ણ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ

_વિકાસના પાંચ સ્તંભ પર આધારિત *₹4.08 લાખ કરોડનું રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું બજેટ*_પ્રાદેશિક આકાંક્ષાઓ અને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓની થીમ પર *ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું સફળ આયોજન* “સમાનતા, ન્યાય અને એકતા”* ના સંકલ્પને મજબૂત બનાવતું *સમાન નાગરિક સંહિતા (UCC) બિલ* ગુજરાતમાં પસાર_

ગુજરાત બન્યું વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું હબ, *વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે તૈયાર*_

_મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત *સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ* જેવા ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે_ગાંધીનગર, 12 સપ્ટેમ્બર 2026:* 13 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થયા છે. આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ પ્રાપ્ત કરીને નાગરિકોની સુખાકારીમાં વધારો કર્યો છે. રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું ₹4.08 લાખ કરોડનું બજેટ, સેમિકન્ડક્ટર અને રિન્યુએબલ એનર્જી જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં સક્રિય ભાગીદારી, આધુનિક શહેરી અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ વર્તમાન સમયની જરૂરિયાત પ્રમાણે વહીવટી સુધારાઓએ ગુજરાતની વિકાસયાત્રાને નવી દિશા આપી છે. આ પાંચ વર્ષની સફર માત્ર આંકડાકીય સિદ્ધિઓ પૂરતી સીમિત નથી, પરંતુ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણ માટેનો રોડમેપ બની છે.

19 નીતિઓથી ભવિષ્યના ક્ષેત્રો માટે મજબૂત પાયાનું નિર્માણ

રાજ્યના વિકાસને નવી ગતિ આપવા માટે છેલ્લા પાંચ વર્ષમાં 19 મહત્વપૂર્ણ નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે. સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રોનિક્સ, સ્પેસટેક, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ, ડેટા સેન્ટર્સ, શિપબિલ્ડિંગ અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપતી નીતિઓના કારણે ગુજરાતે ઉભરતા અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ માટે મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરી છે.

પ્રાદેશિક વિકાસને વેગ: VGRCમાં ₹17.4 લાખ કરોડના MoU

વૈશ્વિક રોકાણ અને ઔદ્યોગિક વિકાસને રાજ્યના વિવિધ ક્ષેત્રો સુધી પહોંચાડવાના ઉદ્દેશથી ચાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિંઝનું આયોજન કરવામાં આવ્યું. આ ચાર પરિષદોમાં કુલ ₹17.4 લાખ કરોડના રોકાણ માટે MoU થયા છે. પ્રાદેશિક સ્તરે રોકાણ અને રોજગારીની તકો વધારવા માટે ગુજરાતે કરેલી આ પહેલના પરિણામે રાજ્યના સર્વાંગી અને સંતુલિત વિકાસને વધુ મજબૂતી આપી છે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતની મોટી સિદ્ધિ: 6 પ્લાન્ટ મંજૂર, 3 કાર્યરત

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતે દેશના અગ્રણી રાજ્ય તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી છે. રાજ્યમાં કુલ 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સને મંજૂરી મળી છે, જેમાંથી ત્રણ પ્લાન્ટ વ્યવસાયિક ધોરણે કાર્યરત થઈ ચૂક્યા છે. સેમિકન્ડક્ટરથી લઈને AI અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ સુધીના ક્ષેત્રોમાં ગુજરાત ભવિષ્યની ટેક્નોલોજી આધારિત અર્થવ્યવસ્થા માટે પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે.

UCCથી વહીવટી સુધારા સુધી: ગુજરાતમાં સુશાસન બન્યું મજબૂત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ પસાર કરવામાં આવ્યું છે, જે સમાનતા, ન્યાય અને એકતાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. સાથે જ નાગરિક સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા અનેક વહીવટી સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે. ‘સુગમ ડિજિટલ ગુજરાત’ના માધ્યમથી સરકારી સેવાઓને પેપરલેસ, કેશલેસ અને ફેસલેસ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે.

 

GRIT અને GARCથી ગવર્નન્સ 2.0 તરફ ગુજરાતની આગેકૂચ – નીતિ આયોગની પેટર્ન પર ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન’ (GRIT)ની રચના કરવામાં આવી છે. વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની પણ રચના કરવામાં આવી છે. આ વિકાસલક્ષી અને વિઝનરી પહેલો દ્વારા ડેટા આધારિત નીતિ નિર્માણ, કાર્યક્ષમ વહીવટ અને પરિણામલક્ષી શાસનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ થયા છે.

 

‘વિકસિત ગુજરાત @2047’નો ગુજરાતનો રોડમેપ – વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને અનુરૂપ ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. લાંબા ગાળાના આ વિઝન દ્વારા ગુજરાતને આર્થિક રીતે સક્ષમ, ટેક્નોલોજીથી સજ્જ અને સર્વસમાવેશી વિકાસ સાથેના એક મજબૂત રાજ્ય તરીકે વિકસાવવાની દિશા નક્કી કરવામાં આવી છે.

શહેરી વિકાસને પ્રાથમિકતા: વર્ષ 2025ની ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવણી

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શહેરી વિકાસના વિઝનને આગળ લઇ જતા વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યના શહેરોને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ બનાવવા આધુનિક અને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે. શહેરી પરિવહન, સુવિધાઓ અને નાગરિક સેવાઓમાં સુધારા સાથે શહેરોમાં ‘ઇઝ ઑફ લિવિંગ’ વધારવાની દિશામાં કામગીરી કરવામાં આવી છે.

 

યુવા પેઢીના સર્વાંગી વિકાસ માટે કલ્યાણકારી યોજનાઓ – યુવા પેઢીના સર્વાંગી વિકાસ માટે અનેક કલ્યાણલકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યની દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે માટે ‘નમો લક્ષ્મી યોજના’ શરૂ કરવામાં આવી છે. ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અમલમાં છે. પ્રાથમિક શાળાના બાળકોને મધ્યાહન ભોજન ઉપરાંત પોષણયુક્ત અલ્પાહાર મળે તે માટે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ અને સગર્ભા માતાઓના આરોગ્ય તથા પોષણ માટે ‘નમો શ્રી યોજના’ અમલમાં મૂકવામાં આવી છે.

મહેસૂલી સુધારાથી નાગરિક સેવાઓ બની ઝડપી – નાગરિકોને સરકારી પ્રક્રિયાઓમાં સરળતા મળે અને સેવાઓ વધુ ઝડપી બને તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મહત્વપૂર્ણ મહેસૂલી સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે. ટેક્નોલોજીના ઉપયોગ અને પ્રક્રિયાઓને સરળ બનાવીને નાગરિક કેન્દ્રિત વહીવટને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની સફળ યજમાનીથી વૈશ્વિક મંચ પર ગુજરાતની પ્રતિષ્ઠા વધી

ગુજરાતે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન G-20 બેઠકો, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને RE-Invest 2024 જેવા મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું સફળ આયોજન કર્યું છે. આ કાર્યક્રમોએ ગુજરાતની વૈશ્વિક રોકાણ, વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે વધતી ભૂમિકાને વધુ મજબૂત બનાવી છે. હવે વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પણ ગુજરાત તૈયાર છે.

રિન્યુએબલ એનર્જીથી AI સુધી: ભવિષ્યના ક્ષેત્રોમાં અગ્રેસર બની રહ્યું છે ગુજરાત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉદ્યોગ, રોકાણ, ટેક્નોલોજી, શિક્ષણ, આરોગ્ય, શહેરી વિકાસ અને સામાજિક કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસને કારણે ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં સર્વાંગી વિકાસનો નવો અધ્યાય લખ્યો છે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો