તા.13/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


પૂજ્ય મોરારિબાપુએ થોડાં સમય પહેલાં જેમને બોસ્ટનની હાર્વર્ડ યુનિવર્સિટીમાં નિમંત્રિત કરીને કથાજગતનો ગૌરવપૂર્ણ એવો “વ્યાસ એવોર્ડ“ એનાયત કર્યો હતો એવા ભાગવત કથાકાર અને ખૂબ સારા ગાયિકા પ. પૂ. ચિત્રલેખાદેવી સાથે ગુજરાતના ગૌરવશાળી હાસ્યકલાકાર, ચિંતક અને જાણીતા સમાજ સેવક ડો. જગદીશ ત્રિવેદી “પદ્મશ્રી“ની ત્રિદિવસીય સત્સંગ શિબિરનું અમેરીકામાં ભવ્ય આયોજન થયું છે. ટેનેસી રાજ્યના જેટલિંગબર્ગ નામના શહેરમાં આવેલી રમણીય ગીરીમાળાઓ જેને સ્મોકી માઉન્ટેન્સ નામથી ઓળખવામાં આવે છે એવાં પ્રાકૃતિક સ્થળે તા. ૧૪-૧૫-૧૬ સપ્ટેમ્બર એમ કુલ ત્રણ દિવસ સુધી યોજાનાર આ શિબિરમાં એક મહીના પહેલા જ જેટલી સંખ્યામાં શિબિરાર્થીઓ લેવાના હતા એટલા રજીસ્ટ્રેશન થઈ ગયા હતા. આ શિબિરમાં દેવી ચિત્રલેખાજી ભાગવત અને વેદાંત ઉપર તેમજ ડો. જગદીશ ત્રિવેદી ભગવદ ગીતા અને મનુ સ્મૃતિ ઉપર રાષ્ટ્રભાષામાં પોતાના વિચારો રજૂ કરશે. મૂળ સુરત અને હાલ હ્યુસ્ટન રહેતા નરેન્દ્ર પટેલ દ્રારા તદ્ન નિઃ સ્વાર્થભાવે શ્રદ્ધાં અને ભક્તિથી આ ત્રિદિવસીય સત્સંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને લઈને અનેરીકામાં અને કેનેડામાં રહેતા ધર્મપ્રેમી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.









