ખેરગામમાં આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો હતો

મકવાણા ચંદ્રવદન

ભારતમાં ૭૦૦ આદિવાસી જનજાતિ છે.હાલ પ્રકૃતિપૂજક આદિવાસીઓ વિકાસમાં છેલ્લે છે. એટલે બાબા સાહેબ ડૉ. આંબેડકર દ્વારા બંધારણના વિવિધ અનુચ્છેદ હેઠળ આદિવાસીઓને વિશેષ સગવડો આપવાની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ, નોકરી અને રાજનીતિમાં તેમને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તે માટે અનામતની જોગવાઈ છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધીના રાજકીય પ્રતિનિધિત્વ માટેની આ જોગવાઈઓને કારણે જ કદાચ આજે દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિના પદે મ.મ. દ્રૌપદી મુર્મુ-આદિવાસી મહિલા વિરાજમાન છે. ૧૩ મી સપ્ટેમ્બર એટલે વિશ્વભરમાં આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવણી થાય છે જે નિમિત્તે ખેરગામના માજી સરપંચ, ખેરગામ તા. એસ.ટી. મોર્ચાના પ્રમુખ શ્રી કાર્તિકભાઈ પટેલ સાથે આરસી. પટેલ અને રણજીત પટેલે ભારતીય બંધારણસર્જક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સ્વચ્છતા સેવા અંતર્ગત સાફ-સફાઈ કરી,ધોઈ -સ્વચ્છ કરીને ફુલહાર પહેરાવીને ડૉ. બાબા સાહેબની વંદના કરી આજના આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જળ, જમીન, જંગલ પર અને ઉપલબ્ધ કુદરતી સંશાધનો પર પહેલો અધિકાર આદિવાસીઓનો રહેશે તેમ યુનોએ પ્રસ્થાપિત કરેલ છે.૧૨- બાર વરસ સુધી પહેલો ડ્રાફ્ટ ચર્ચાતો રહ્યો હતો. સતત સંઘર્ષ અને અથાક મહેનત પછી પચીસ વરસે ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ યુનોમાં આદિવાસી અધિકારોનું ઘોષણા પત્ર સ્વીકૃત થઈ શકતા. વિશ્વના ૧૪૪ દેશોએ ઘોષણાપત્રનું સમર્થન કર્યું હતું.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

મોદીના જન્મદિવસે વાવ-થરાદ ભાજપનો ‘સેવા સંકલ્પ’! 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી મહિના ભર જનસેવાના કાર્યક્રમોનો ધમધમાટ; 76 ગૌશાળામાં લીલું ઘાસ, મંડળવાર રક્તદાન કેમ્પ સહિત 13 જેટલા કાર્યક્રમોનું આયોજન

જિલ્લા

શહેર પસંદ કરો