GANDHINAGA ગાંધીનગર એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનનો મહત્વનો ફેંસલો; વરિષ્ઠ પત્રકાર શ્રી પદ્મકાંત ત્રિવેદીને સોંપાઈ ગુજરાતની જવાબદારી

GANDHINAGA ગાંધીનગર એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનનો મહત્વનો ફેંસલો; વરિષ્ઠ પત્રકાર શ્રી પદ્મકાંત ત્રિવેદીને સોંપાઈ ગુજરાતની જવાબદારી

ગુજરાત પ્રદેશ પ્રમુખપદે વરિષ્ઠ પત્રકાર શ્રી પદ્મકાંત ત્રિવેદીની વરણી

એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનના ગુજરાત પ્રદેશ પ્રમુખપદે વરિષ્ઠ પત્રકાર અને વીઆર લાઈન ન્યૂઝ ચેનલના ડિરેક્ટર શ્રી પદ્મકાંત ત્રિવેદીની વરણી 22મા રાજ્ય તરીકે કરવામાં આવી છે. આ જાહેરાત નેશનલ એક્ઝિક્યુટિવ મેમ્બર શ્રી લક્ષ્મણ પટેલ દ્વારા રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખની સૂચનાનુસાર કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના અગ્રણી વરિષ્ઠ પત્રકાર શ્રી વિપુલ બ્રહ્મભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કેમ્પસ ખાતે આવેલ શ્રી બ્રહ્માણી હોલમાં કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી દૈનિક, સાપ્તાહિક અને પાક્ષિક અખબારના સરકાર માન્ય એક્રેડિટેશન કાર્ડ ધરાવનારા પત્રકારમિત્રોએ હાજરી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ પત્રકારોએ એકસૂરે સંસ્થા માટે સમર્પિતતાનો ભાવ વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં ખભેખભા મિલાવી કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી. પદ્મકાંત ત્રિવેદીની નિમણૂકની તાળીઓના ગુંજારવથી હર્ષભેર વધામણા કરવામાં આવી. શ્રી રાજેન્દ્રભાઈ લીંબાચીયાએ ઉપસ્થિત સૌ પત્રકારમિત્રોને સ્નેહભોજન કરાવ્યું હતું. કડી સર્વ વિશ્વ વિદ્યાલયના ચેરમેનશ્રી અનિવાર્ય સંજોગોને કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા, પરંતુ તેમણે હંમેશા પત્રકારોના હિતમાં સાથ-સહકાર આપવાની ખાતરી આપી હતી. ઉપસ્થિત હોદ્દેદારોએ પત્રકારોને પડતી વિવિધ તકલીફોનું નિવારણ કેવી રીતે કરી શકાય તે અંગે સર્વેના અભિપ્રાય સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો દ્વારા નિરાકરણ લાવવાની બાંહેધરી આપી.

આ સંસ્થા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિજયશંકર ચતુર્વેદી (દિલ્હી) અને સેક્રેટરી જનરલ કવડલે ચન્નાપ્પા (કર્ણાટક)ના વડપણ હેઠળ ભારતના 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સફળતાપૂર્વક કાર્યરત છે. ગુજરાત હવે 22મું રાજ્ય બન્યું છે જ્યાં એસોસિએશનની કારોબારી રચના કરવામાં આવી. આવનારા સમયમાં સંસ્થાના નવા હોદ્દેદારોના શપથવિધિ અને પત્રકારોનું સન્માન કરવા માટે વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાશે. શ્રી કુંતલભાઈ નિમાવત દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું અને વધુ એક્રેડિટેશન કાર્ડધારક પત્રકારો અને તંત્રી મિત્રોને સંગઠનમાં જોડાવા માટે અભ્યર્થના સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ કાર્યક્રમ દ્વારા પત્રકારિત્વ ક્ષેત્રે સતત અને સખત યોગદાન આપનારા પત્રકારોનું માન વધારવામાં આવ્યું છે અને સંસ્થાની ભવિષ્યની દિશા સ્પષ્ટ કરવામાં આવી છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો