તારીખ ૧૫/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત સરકારના આદેશાનુસાર કાલોલ તાલુકાની કરાનામુવાડા પ્રાથમિક શાળામાં તા. ૧/૯/૨૬ થી તા. ૧૫/૯/૨૬ દરમિયાન ‘સ્વચ્છતા પખવાડિયા’ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
આ પખવાડિયા દરમિયાન શાળામાં વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા શપથ ગ્રહણ, જાગૃતિ રેલી, શાળા પરિસરમાં સફાઈ તેમજ વર્ગખંડો ની,ઓફીસની,મધ્યાહન ભોજન કક્ષની,પાણીની ટાંકી ની અને વિદ્યાર્થીઓની વ્યક્તિગત સ્વચ્છતા (નખ, વાળ અને દાંતની સંભાળ) અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકો દ્વારા સ્વચ્છતા વિષયક ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન, સ્લોગન અને પ્રેરણાદાયી સૂત્રો લેખનની પ્રવૃત્તિઓ ઉત્સાહભેર યોજાઈ હતી.પખવાડિયાના અંતિમ દિવસે બાળકો અને શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનું એક ભવ્ય પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ગ્રામજનો અને એસ.એમ.સી. (SMC) ના સભ્યો દ્વારા પૂરતો સાથ અને સહકાર સાંપડ્યો હતો. શાળાના બંને શિક્ષિકા બહેનો શ્રી નયનાબેન પટેલ અને કૈલાસબેન પટેલ દ્વારા સમગ્ર આયોજનનું સફળ સંચાલન કરી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીને દીપાવવામાં આવી હતી.










