MORBI:મોરબી પોલીસ એક્શન મોડમાં: નશાના કારોબારને ડામવા ‘એન્ટી નાર્કોટીક્સ વિંગ’ (ANW) કાર્યરત, ૮ પોલીસકર્મીઓને સોંપાઈ જવાબદારી

ગુજરાત રાજ્યમાં માદક પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ, હેરફેર (પરિવહન) અને વેચાણ જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી નેસ્તનાબૂદ કરવાના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ દ્વારા મહત્વનો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી (DGP), ગાંધીનગરના આદેશાનુસાર મોરબી જિલ્લામાં સ્પેશિયલ ‘એન્ટી નાર્કોટીક્સ વિંગ’ (ANW) યુનિટની વિધિવત રચના કરવામાં આવી છે. મોરબી પોલીસ અધીક્ષક (SP) સુકેશ પટેલ દ્વારા આ વિશેષ વિંગની રચના કરી તેમાં ફરજ બજાવવા માટે જિલ્લાના ૧ પોલીસ ઇન્સ્પેક્ટર, ૧ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ ૮ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરતો સત્તાવાર કચેરી હુકમ બહાર પાડવામાં આવ્યો છે.
ANW ટીમમાં નિમણૂક પામેલા અધિકારીઓ અને કર્મચારીઓની યાદી: ૧. શ્રી ડી.વી. ખરાડી (પોલીસ ઇન્સ્પેક્ટર) – હાલ ફરજ: I.U.C.A.W., મોરબી
૨. શ્રી એચ.એન. ગઢવી (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) – હાલ ફરજ: એસ.સી./એસ.ટી. સેલ
૩. શ્રી સંજય ભીમાભાઈ મૈયડ (અના. હેડ કોન્સ્ટેબલ, બ.નં. ૨૬૬) – હાલ ફરજ: ટ્રાફિક શાખા
૪. શ્રી જનકસિંહ બટુકભા પરમાર (અના. હેડ કોન્સ્ટેબલ, બ.નં. ૩૨૫) – હાલ ફરજ: વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન
૫. શ્રી ભરત ગોરધનભાઈ ગોઢડીયા (અના. પોલીસ કોન્સ્ટેબલ, બ.નં. ૩૭૮) – હાલ ફરજ: મોરબી સીટી ‘બી’ ડિવિઝન
૬. શ્રી સાગરકુમાર દેવાયતભાઈ મંઢ (અના. પોલીસ કોન્સ્ટેબલ, બ.નં. ૬૩૫) – હાલ ફરજ: હળવદ પોલીસ સ્ટેશન
૭. શ્રી ચિરાગસિંહ જસવંતસિંહ ગોહિલ (અના. પોલીસ કોન્સ્ટેબલ, બ.નં. ૬૩૩) – હાલ ફરજ: મોરબી સીટી ‘એ’ ડિવિઝન
૮. શ્રી ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલા (અના. પોલીસ કોન્સ્ટેબલ, બ.નં. ૪૦૭) – હાલ ફરજ: ટંકારા પોલીસ સ્ટેશન
(નોંધ: ઉપરોક્ત તમામ કર્મચારીઓને પોલીસ હેડ ક્વાર્ટર / લીવ રીઝર્વ ખાતેથી એન્ટી નાર્કોટીક્સ વિંગ (ANW) ખાતે અટેચ કરવામાં આવ્યા છે.)
મોરબી જિલ્લામાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે સ્પેશિયલ ટીમની રચના થતાં નશાનો કાળો કારોબાર ચલાવતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ વિંગ સંપૂર્ણપણે જિલ્લામાં ડ્રગ્સ નેટવર્કને તોડવા અને બાતમીના આધારે સઘન દરોડા પાડવા માટે કાર્યરત રહેશે.










