નેત્રંગ મામલતદાર કલ્પેશ બી. ગળિયા (GAS)ને હાંસોટ પ્રાંત અધિકારી તરીકે નવી જવાબદારી…

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

મામલતદાર તરીકેનો પ્રોબેશનર કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ એક તાલુકાના પ્રાંત અધિકારી તરીકે પ્રોબેશનર તાલીમના ભાગરૂપે તા. 26 ડિસેમ્બર, 2026 સુધી હાંસોટ પ્રાંત અધિકારી તરીકે સ્વતંત્ર હવાલો સંભાળશે

 

નેત્રંગ : નેત્રંગ ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા કલ્પેશ બી. ગળિયા (GAS) એ તેમનો મામલતદાર તરીકેનો પ્રોબેશનર કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. તેમની કામગીરી, વહીવટી સક્રિયતા અને મેજિસ્ટ્રિયલ અનુભવને ધ્યાનમાં રાખીને તેમને એક તાલુકાના પ્રાંત અધિકારી તરીકે હાંસોટ ખાતે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.

 

હાંસોટ ખાતેની કામગીરી દરમિયાન તેમની વહીવટી, મહેસૂલી તેમજ મેજિસ્ટ્રિયલ કામગીરીનો પ્રાયોગિક અનુભવ મેળવશે અને પ્રાંત અધિકારી તરીકેની જવાબદારીઓનું નિર્વહન કરશે.

 

નેત્રંગ મામલતદાર તરીકેના કાર્યકાળ દરમિયાન કે.બી. ગળિયાએ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી હતી. તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી. ઉપરાંત, બિનઅધિકૃત ખનિજ વહન સામે કડક કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર ખનિજ વહન કરતા વાહનો જપ્ત કરી નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, જેના દ્વારા સરકારી આવકના રક્ષણ માટે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી.

 

વર્ષ 2026ના ચોમાસા દરમિયાન ભારે વરસાદની પરિસ્થિતિમાં અસરકારક સંકલન, ત્વરિત કામગીરી અને જનહિતલક્ષી અભિગમ સાથે આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી કરવામાં આવી હતી. આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે તેમના યોગદાનની નોંધ લઈને માનનીય કલેક્ટર, ભરૂચ દ્વારા તા. 15 ઓગસ્ટ, 2026ના રોજ કે.બી.ગળિયાને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

સહકર્મચારીઓ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી. કલ્પેશ બી. ગળિયાની નવી જવાબદારી નિમિત્તે નેત્રંગ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સહકર્મચારીઓ દ્વારા તેમને શાલ ઓઢાડી તથા શ્રીફળ અર્પણ કરી નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

 

વિદાય સમારંભ દરમિયાન સહકર્મચારીઓએ કે.બી. ગળિયા સાથેના કાર્યકાળ દરમિયાનના સુખદ સંસ્મરણો અને યાદોને વાગોળી હતી. તેમના સહકારપૂર્ણ સ્વભાવ, સૌ સાથેના સ્નેહભર્યા વ્યવહાર અને ફરજ પ્રત્યેની નિષ્ઠાને યાદ કરી સહકર્મચારીઓએ હાંસોટ ખાતેની નવી જવાબદારી માટે તેમને શુભકામનાઓ પાઠવી હતી.

 

નેત્રંગ ખાતેના તેમના કાર્યકાળ દરમિયાન કે.બી.ગળિયાએ વહીવટી સક્રિયતા, કાયદાના અસરકારક અમલ, આપત્તિ વ્યવસ્થાપન તથા જનહિતલક્ષી અભિગમ સાથે કામગીરી કરી હતી.

 

હાંસોટ પ્રાંત અધિકારી તરીકેની નવી જવાબદારીમાં પણ તેઓ વધુ જવાબદારી, નિષ્ઠા અને કાર્યક્ષમતા સાથે વહીવટી કામગીરીને આગળ ધપાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

 

નેત્રંગ ખાતેની તેમની સેવાઓ બદલ શુભેચ્છાઓ તથા હાંસોટ પ્રાંત અધિકારી તરીકેની નવી જવાબદારી માટે કલ્પેશ બી. ગળિયાને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો