મેંદરડા શહેરની કૃષ્ણનગર સોસાયટી ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં જય અંબે ગરબી મંડળના સભ્યો દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપાની વિધિવત સ્થાપના કરવામાં આવી શાસ્ત્રી ભાવિનભાઈ ભટ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરાવી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી આ ધાર્મિક પ્રસંગે અશ્વિન મહેતા, વિપુલ રાખોલીયા, ધર્મેશ બલદાણીયા, રાજુ રાજપરા, રામગર બાપુ મેધનાથી અને સુનિલ મકવાણા સહિત છ દંપતીઓએ પૂજા-અર્ચનામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મંડળના સભ્યો ખોડીદાસ ગજ્જર, પરસોતમ ઢેબરીયા, નવનિત ગરાળા, અજય ચાવડા મિલન સાંગાણી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ બાપાની સ્થાપના દરમિયાન મેઘરાજા પણ મહેરબાન થતાં વરસાદ વરસ્યો હતો. વરસાદના આગમનથી ખેડૂતો તેમજ ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 









