MORBI:મોરબીના ગુંગણ ગામે ખેતરમાં અકસ્માત: ટ્રેક્ટર-રોટાવેટર વચ્ચે આવી જતાં ૨૦ વર્ષીય યુવકનું કરુણ મોત

MORBI:મોરબીના ગુંગણ ગામે ખેતરમાં અકસ્માત: ટ્રેક્ટર-રોટાવેટર વચ્ચે આવી જતાં ૨૦ વર્ષીય યુવકનું કરુણ મોત

મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમમાં ખેતકામ દરમિયાન એક અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે. ખેતરમાં કામ કરી રહેલા ૨૦ વર્ષીય આશાસ્પદ યુવકનું ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતાં ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવથી પરિવાર તેમજ સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, ગુંગણ ગામની સીમમાં આવેલા ખેતરમાં ૨૦ વર્ષીય જયપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતે તેઓ ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં જયપાલસિંહને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં ફરજ પરના તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગંભીર ઇજાઓ હોવાથી ચાલુ સારવાર દરમિયાન જ જયપાલસિંહે દમ તોડી દીધો હતો. યુવાન પુત્રના અકાળે અવસાનથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.આ કરુણ ઘટના અંગે હોસ્પિટલ ચોકી મારફતે જાણ થતાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો (અ.મોત) નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવના કારણો અંગે આગળની વધુ તપાસ શરૂ કરી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો