નારણ ગોહિલ લાખણી

વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકાના વાસણા (વાતમ) પગાર કેન્દ્ર શાળાએ શિક્ષણની સાથે રમતમાં પણ પરચમ લહેરાવ્યો ૪ બાળકોની રાજ્યકક્ષાએ ઐતિહાસિક પસંદગી
વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના છેવાડાના ગણાતા વાસણા (વાતમ) ગામે આજે રમત જગતમાં મોટો ઇતિહાસ રચી દીધો છે. જ્યાં મોટા શહેરોની સુવિધા નથી, ત્યાં વાસણા (વાતમ) પગાર કેન્દ્ર શાળાના બાળકોએ પોતાના દમ પર જુડો જેવી કઠિન રમતમાં સમગ્ર જિલ્લાની ટીમો હરાવી દીધી છે
જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં શાળાના 4 તેજસ્વી બાળકોએ અલગ-અલગ વજન કેટેગરીમાં પ્રથમ ક્રમાંકમેળવીને ગોલ્ડ મેડલ જીત્યા છે અને સીધી રાજ્યકક્ષાએ પસંદગી મેળવી છે
ગામનું ગૌરવ વધારનારા વિજેતા બાળકો
૧ ભગતસિંહ બી. રાજપુત (40-45 કિ.ગ્રા.) – ગોલ્ડ મેડલ
૨ રણછોડભાઈ એસ. ગોહિલ (45-50 કિ.ગ્રા.) – ગોલ્ડ મેડલ ૩. રોહિતકુમાર પી. જસાલિયા (30-35 કિ.ગ્રા.) – ગોલ્ડ મેડલ ૪ સગથાજી ઓડ (35-40 કિ.ગ્રા.) – ગોલ્ડ મેડલ
આ ચારેય બાળકો હવે વાવ-થરાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.
પડદા પાછળના હીરો કોચ કિરણભાઈ રાજપુત
આ સફળતા રાતોરાત નથી મળી. આની પાછળ કોચ કિરણભાઈ રાજપુત મહિનાઓની સખત મહેનત પરસેવો અને બાળકોને પોતાના દીકરાની જેમ તૈયાર કરવાની તપસ્યા રહેલી છે. સાધન ઓછા હોવા છતાં, તેમણે બાળકોમાં જુસ્સો ભર્યો છે
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે સી.આર.સી વિહાજી રાજપુત આચાર્ય રમેશભાઈ પરમાર પ્રગ્નેશભાઈ પટેલ સમીરભાઈ પટેલ હિમાંશુભાઈ સોલંકી સુરેશભાઈ રાજપુત મધુબેન વોરા કિંજલબેન પટેલ ભારતીબેન રાજપુત સહિત સમગ્ર શાળા પરિવાર અને ગ્રામજનોએ વિજેતા બાળકો અને કોચ ને ફૂલહાર પહેરાવી, મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યકક્ષાએ પણ તિરંગો લહેરાવે તેવા આશીર્વાદ આપ્યા હતા











