MORBI:મોરબીના ત્રાજપર ગામે અવેળા પાસે જાહેરમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા: રોકડ રકમ જપ્ત

MORBI:મોરબીના ત્રાજપર ગામે અવેળા પાસે જાહેરમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા: રોકડ રકમ જપ્ત


મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે ત્રાજપર ગામ નજીક દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.​પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ત્રાજપર ગામના અવેળા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા સંજય ઉર્ફે ચનો સવજીભાઈ કુવરીયા (ઉં.વ. ૩૫, રહે. ત્રાજપર અવેળા પાસે, મોરબી-૨) અને કરમણભાઈ સતાભાઈ ઝાપડા (ઉં.વ. ૩૬, રહે. મોરબી) રંગેહાથ ઝડપાઈ ગયા હતા.​પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂ. ૧,૨૦૦/- સહિતનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો