MORBI:મોરબી નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી ૨૪ બિયરના ટીન સાથે યુવક ઝડપાયો, સપ્લાયર સામે પણ ગુનો દાખલ

MORBI:મોરબી નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી ૨૪ બિયરના ટીન સાથે યુવક ઝડપાયો, સપ્લાયર સામે પણ ગુનો દાખલ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી એક યુવકને વિદેશી બિયરના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ, સીટી બી ડિવિઝન પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે નજરબાગ રેલવે સ્ટેશનથી આગળ જુના રફાળિયા રોડ પર એક યુવક શંકાસ્પદ હાલતમાં ઊભેલો જણાયો હતો. પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી કિંગફિશર કંપનીના ૨૪ નંગ બિયરના ટીન (કિંમત રૂ. ૩,૦૦૦/-) મળી આવ્યા હતા.

પોલીસે બિયરનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી રાહુલ શંકરભાઈ ધોળકિયા (ઉં.વ. ૨૯, રહે. ભડીયાદ કાંટા પાસે, મોરબી-૨)ની અટકાયત કરી હતી.

ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ બિયરનો જથ્થો અનીશ સલીમભાઈ પંજવાણી (રહે. સો ઓરડી, જારીયા પાનવાળી શેરી, મોરબી-૨) પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી. આ મામલે પોલીસે બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, ફરાર સપ્લાયર અનીશ પંજવાણીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો