વાવ થરાદ જિલ્લાના દિયોદરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો


અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસ ની ઉજવણી સેવા પખવાડિયા તરીકે કરવામાં આવી રહી છે. ત્યારે દિયોદર તાલુકા ભાજપ સંગઠનદ્વારા આજરોજ દિયોદર ખાતે સેવાના સંકલ્પ સાથે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
“સેવા એ જ સંગઠન” અને “જન્મદિવસની ઉજવણી સેવા કાર્યોથી” એ ભાવના સાથે યોજાયેલા આ કેમ્પમાં ખાસ 76 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, જે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. એકત્રિત કરાયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર દિયોદરના લોકપ્રિય ધારાસભ્ય કેશાજી ચૌહાણ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ નરેશજી ઠાકોર, સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સદસ્યો, યુવા મોરચા, મહિલા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તમામ આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કરીને વડાપ્રધાનના “રાષ્ટ્ર પ્રથમ” ના મંત્રને સાર્થક કર્યો હતો અને સમાજ સેવામાં પોતાનો સહભાગ નોંધાવ્યો હતો.









