MORBI મોરબી ભારતી વિધાલય શાળામાં યોજાઇ વિધાર્થી મંત્રી મંડળ ની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ

MORBI મોરબી ભારતી વિધાલય શાળામાં યોજાઇ વિધાર્થી મંત્રી મંડળ ની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ

મોરબી – ૨ વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં યોજાયો લોકશાહી પર્વ .શાળામાં વિધાર્થીઓની મંત્રીમંડળની ચુંટણી યોજવામાં આવી જેમાં સાત અલગ અલગ વિભાગના મંત્રીની ચુંટણી થયેલ. સાત મંત્રીઓના પદ માં મુખ્યમંત્રી – ઉપમુખ્યમંત્રી – ગૃહમંત્રી – શિસ્તમંત્રી – શિક્ષણમંત્રી – સાંસ્કૃતિક મંત્રી – રમત ગમત મંત્રીનો સમાવેશ થયેલ.આ ચૂંટણી કાર્યક્રમમાં શાળાના કુલ 28 વિધાર્થીઓ ઉમેદવાર બનેલ અને શાળાના ધોરણ : 5 થી 12 ના વિધાર્થીઓએ તેમને યોગ્યતા મુજબ મત આપેલ.આ કાર્યક્રમ માં મહેમાન તરીકે શ્રીમતી ધર્મિસ્ઠાબેન કડીવાર ( EI – મોરબી ) શ્રી લાલજીભાઈ મહેતા ( શાળા સ્થાપક ) શ્રી જયરાજસિંહ જાડેજા ( પૂર્વ ઉપપ્રમુખ – મોરબી નગરપાલિકા ) તે સાથે વોર્ડ નંબર : 03 ના કોર્પોરેટર શ્રી ભૂપતભાઇ જારીયા ( સ્ટેન્ડિંગ કમિટી સભ્ય ) અને શ્રીમતી અર્પિતાબા જાડેજા ( શાસક પક્ષ નેતા ) શ્રી પુષ્પરાજસિંહ જાડેજા ( વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી ) અને શ્રી કેતનભાઈ બોપલિયા ( કોર્પોરેટર પ્રતિનિધિ ) એ હાજરી આપેલ અને શાળા સંચાલક શ્રી કૌશલભાઈ મહેતા એ મહેમાનોને શાળા દ્વારા યોજાયેલ ચૂંટણીની સમગ્ર માહિતી પ્રક્રિયા રૂબરૂ સમજાવેલ.આજ રોજ થયેલ ચુંટણીની મત ગણતરી અને વિજેતા બાળ મંત્રીઓનું સન્માન સાથે શપથવિધિ કાર્યક્રમ તારીખ : 19 / 09 / 2026 એ યોજાશે. આ સાથે મહેમાનો દ્વારા શાળાના મેદાન માં વૃક્ષારોપણ કરવામાં આવેલ. શાળા પ્રમુખ શ્રી હિતેશભાઈ મહેતા એ સારા અને યોગ્ય ઉમેદવારોને મત આપવાની વિધાર્થીઓને અપીલ કરેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ વિધાર્થી ,શિક્ષક , મહેમાન અને વાલીગણનો આભાર વ્યકત કરેલ

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

લખપત તાલુકાનાં દયાપર-૬ આંગણવાડી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગંત આંગણવાડીનાં ભૂલકાઓ સાથે કેક કાપીને ચોકલેટ વિતરણ કરવામાં આવી.

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો