દાહોદ જિલ્લામાં “સેવા મેરા યોગદાન” અંતર્ગત 7 સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાયો

તા.૧૭.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં “સેવા મેરા યોગદાન” અંતર્ગત 7 સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાયો

કુલ 320 યુનિટ રક્ત એકત્રિત કરાયું; મહાનુભાવો સહિત નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું

ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તેસેવા મેરા યોગદાનઅભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગના માર્ગદર્શન અને સંકલન હેઠળ વિવિધ સ્થળોએ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.દાહોદ જિલ્લામાં કુલ 7 સ્થળોએ યોજાયેલા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પોમાં કુલ 320 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ નાગરિકોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા, પ્રદેશ મંત્રી  શંકરભાઈ અમલીયાર, તાલુકા હેલ્થ ઓફિસર, દાહોદ ડૉ. ભગીરથ બામણીયા, નાયબ મામલતદાર, ઝાલોદ તથા પ્રદેશ ઉપાધ્યક્ષ, મહિલા મોરચા શ્રદ્ધાબેન ભડંગ સહિતના મહાનુભાવોએ સ્વૈચ્છિક રક્તદાન કરીને સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા.

રક્તદાન કેમ્પોની વિગતો:ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદ – 40 યુનિટસબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ઝાલોદ – 43 યુનિટ જીવાંશુ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, લીમડી – 50 યુનિટકિરણ બ્લડ સેન્ટર, શહીદ ભવન, સ્ટેશન રોડ, દાહોદ – 30 યુનિટ ચારભુજા હોસ્પિટલ, ગોધરા રોડ, લીમખેડા – 62 યુનિટ ટ્રુ કેર બ્લડ સેન્ટર, સ્ટાર એન્કલેવ, ચાકલિયા ચોકડી, ગોધરા રોડ, દાહોદ – 50 યુનિટ ગુરુકૃપા હોસ્પિટલ, ચૂંદડી રોડ, સિંગવડ – 45 યુનિટ આમ, દાહોદ જિલ્લામાં યોજાયેલા 7 રક્તદાન કેમ્પોમાં કુલ 320 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.રક્તદાન કેમ્પ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, રક્તદાતાઓ અને સહભાગીઓ દ્વારા રક્તદાન તેમજ અંગદાનની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાયી સહાય મળી રહે તેવા ઉમદા હેતુ સાથે નાગરિકોમાં સ્વૈચ્છિક રક્તદાન અંગે જનજાગૃતિ કેળવવામાં આવી હતી.આ સમગ્ર સેવાકીય અભિયાનને સફળ બનાવવા માટે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ, વિવિધ બ્લડ સેન્ટરો, હોસ્પિટલ સંચાલકો, સ્વૈચ્છિક રક્તદાતાઓ તથા સહયોગી સંસ્થાઓના સંકલિત પ્રયાસોથી રક્તદાન કેમ્પો સફળતાપૂર્વક યોજાયા હતાજિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કરી માનવતાની મહાન સેવામાં સહભાગી બનેલા તમામ રક્તદાતાઓ તેમજ કાર્યક્રમના સફળ આયોજનમાં સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો