આદર્શ સાયન્સ,આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે ‘સ્તનપાન સપ્તાહ’ ની ઉજવણી અને ‘વ્યસન મુક્તિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

10 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આદર્શ સાયન્સ,આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે ‘સ્તનપાન સપ્તાહ’ ની ઉજવણી અને ‘વ્યસન મુક્તિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે પ્રિન્સીપાલ મેડમ શ્રી ડૉ.અલકાબેન મેવાડાના માર્ગદર્શન હેઠળ તા/24/08/2026, સોમવાર ના રોજ ઑગસ્ટ માસમાં ઉજવાતા સ્તનપાન સપ્તાહ અંતર્ગત ‘ ધાત્રી અવસ્થામાં આહાર અને પોષણનું મહત્વ ‘ અને વ્યસનમુક્તિ કાર્યક્રમ અંતર્ગત ‘ પિતાનું વ્યસન અને ભાવિ સંતાનોના વિકાસ વચ્ચે સંબંધ ‘ જેવા વિષય પર વ્યાખ્યાયનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ માતાઓમાં સ્તનપાનના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ સમાજમાં અને ભાવિ પેઢીમાં વ્યસનના દુષ્પરિણામો અંગે જનજાગૃતિ લાવવાનો હતો. મુખ્ય મહેમાન અને તજજ્ઞ વ્યાખ્યાતા તરીકે ‘ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ‘ સંલગ્ન ‘ શ્રી જે.પી.શ્રોફ આર્ટ્સ કોલેજ, વલસાડના માનનીય પ્રા.ડૉ. પ્રફુલાબેન શાહ હાજર રહ્યા હતા.કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજના પ્રિન્સીપાલ બહેનશ્રી દ્વારા મહેમાનશ્રીનું શાબ્દિક, મોમેન્ટ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ નિષ્ણાત વ્યાખ્યાતા દ્વારા વિધાર્થીઓને આ બંને વિષયો પર મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિધાર્થીઓ દ્વારા આ વિષયોને અનુરૂપ પોસ્ટર પ્રેઝન્ટેશન કરી કાર્યક્રમને વધુ હેતુપૂર્ણ બનાવવામાં આદર્શ સાયન્સ કોલેજ ના પ્રિન્સિપાલ શ્રી કાર્તિકભાઈ કડીયા અને સ્ટાફ મિત્રોનો સહયોગ સાંપડ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.ભાવિકાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે આભારવિધિ પ્રો. વિરેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમથી ઉપસ્થિત વિધાર્થીઓમાં સ્તનપાન અને વ્યસનમુક્તિ અંગે મહત્વપૂર્ણ જાગૃતિ પ્રસરી હતી.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો