MORBI:મોરબીમાં PGVCLના પડતર પ્રશ્નો અંગે સમીક્ષા બેઠકનું આયોજન
મોરબી વિસ્તારના નાગરિકો તેમજ ઉદ્યોગકારોને વીજ પુરવઠા અને પી.જી.વી.સી.એલ. (PGVCL) તંત્રને લગતા પડતર પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા માટે એક વિશેષ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ગુજરાત સરકારના મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ PGVCL રાજકોટ અને મોરબીના મેનેજિંગ ડિરેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

બેઠકની વિગતો:તારીખ: ૧૪-૦૯-૨૦૨૪, સોમવાર સમય: સાંજે ૦૪:૦૦ કલાકે સ્થળ: પી.જી.વી.સી.એલ. કચેરી, મોરબી-૨ રજૂઆત મોકલવા અંગેની સૂચના:મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગકારો કે પ્રજાજનોને પી.જી.વી.સી.એલ. સંબંધિત કોઈ પણ પ્રશ્નો કે સમસ્યાઓ હોય, તો તેઓએ પોતાની લેખિત અરજી તા. ૧૨-૦૯-૨૦૨૪, શનિવારના રોજ સાંજે ૦૬:૦૦ કલાક સુધીમાં બે નકલમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબી સ્થિત કાર્યાલય (ઉમા ટાઉનશીપ) ખાતે પહોંચતી કરવાની રહેશે, જેથી બેઠકમાં તેનો સમાવેશ કરી યોગ્ય નિકાલ લાવી શકાય.










