અરવલ્લી – પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ – ટી.એચ.આર. પેકેટ અને મિલેટ્સમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવાઈ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ – ટી.એચ.આર. પેકેટ અને મિલેટ્સમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવાઈ

ટી.એચ.આર. પેકેટ અને મિલેટ્સમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા નિદર્શન

અરવલ્લી જિલ્લામાં પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટેક-હોમ રેશન (ટી.એચ.આર.)ના પેકેટમાંથી તેમજ વિવિધ મિલેટ્સનો ઉપયોગ કરી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.

સ્પર્ધા અંતર્ગત ઘટક કક્ષાએ યોજાયેલી વાનગી સ્પર્ધામાં પસંદગી પામેલ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જિલ્લા કક્ષાએ વિવિધ પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ જેવા ટી.એચ.આર. ઘટકોમાંથી તેમજ મિલેટ્સ આધારિત વાનગીઓના નિદર્શન દ્વારા પોષણયુક્ત આહાર અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પૌષ્ટિક ખાદ્યસામગ્રી તથા મિલેટ્સના મહત્ત્વને ઉજાગર કરી તેનો દૈનિક આહારમાં સમાવેશ કરવા પ્રોત્સાહિત કરવાનો તેમજ આંગણવાડી કેન્દ્રો મારફતે પોષણ અંગે જાગૃતિ વધારવાનો રહ્યો હતો. આંગણવાડી કાર્યકર બહેનોએ વિવિધ પૌષ્ટિક વાનગીઓ રજૂ કરી સર્જનાત્મકતા અને પોષણ અંગેની સમજણનું સુંદર નિદર્શન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન, ડીઆરડીએ નિયામક અનિલ પ્રજાપતિ તથા આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર મનીષા વાઘેલા સહિત અધિકારીઓ અને જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો