ચીખલી પોલીસની ફડવેલ ગામે કાર્યવાહી: જાહેર રોડ પર વરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો

રૂ.૧૬૦૧૦ ના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો; જુગારધારા હેઠળ ગુનો નોંધાયો

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતાં પાડવેલ ગામે દાદરા ચાર રસ્તા નજીક બસ સ્ટેશન પાસે જાહેર રોડ પરથી વરલી મટકાના આંકફરકના આંકડાઓ પર પૈસા લગાવી હારજીતનો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી રોકડ રકમ સહિત કુલ ₹16,010નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક તથા ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન તથા જુગાર સંબંધિત ગુનાઓ શોધી કાઢવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. પટેલિયાની સૂચનાથી સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી.

પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અલ્પેશભાઈ વિનીતભાઈ અને અ.હે.કો. વિજયભાઈ દેવાયતભાઈને મળેલી સંયુક્ત બાતમીના આધારે ફડવેલ ગામે દાદરા ચાર રસ્તા, બસ સ્ટેશન નજીક જાહેર રોડ પર કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં કાચી ચિઠ્ઠીઓમાં મિલન બજાર અને કલ્યાણ બજારના આંકડા પર પૈસા લગાવી જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સ પાસેથી અલગ-અલગ દરની ચલણી નોટો મળી કુલ ₹11,010 રોકડા, ત્રણ કાગળની ચિઠ્ઠીઓ, એક સફેદ રંગની બોલપેન અને અંદાજે ₹5,000ની કિંમતનો એક મોબાઇલ ફોન કબજે કર્યો હતો. આમ, કુલ ₹16,010નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીની ઓળખ મનહર હરજીભાઈ મેરવાભાઈ ધો. પટેલ, ઉંમર 49 વર્ષ, વ્યવસાયે મજૂરી, રહે. 229, સીયાદા ગામ, નિશાળ ફળિયા, તા. ચીખલી, જિ. નવસારી તરીકે કરી છે.આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ 12(અ) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. પટેલિયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. અલ્પેશભાઈ વિનીતભાઈ, અ.હે.કો. મહેન્દ્રભાઈ નેબાભાઈ, અ.હે.કો. વિજયભાઈ દેવાયતભાઈ, આ.પો.કો. જયપાલસિંહ બળવંતસિંહ તથા અ.પો.કો. રવિરાજભાઈ નિકુભાઈ સહિતની ટીમે કરી હતી.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો