કાલોલ તાલુકાના બેઢિયા ગામના ડૉ. મહેશ ચૌહાણને આંતરરાષ્ટ્રીય પરિષદમાં ‘બેસ્ટ રિસર્ચ પેપર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

તારીખ ૨૨/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

મહિલા મહાવિદ્યાલય, વડોદરાના સમાજશાસ્ત્ર વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત મૂળ કાલોલ તાલુકાના બેઢિયા ગામના ડૉ. મહેશ વી. ચૌહાણને આંતરરાષ્ટ્રીય પરિષદમાં ‘બેસ્ટ રિસર્ચ પેપર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે ભારતીય લોકશાહીમાં માનવ અધિકારો, સામાજિક ન્યાય અને સમાનતા વિષય પર સંશોધનપત્ર રજૂ કર્યું હતું.

બદલાવ સંસ્થા, ઉદયપુર દ્વારા પેસિફિક એકેડેમી ઑફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી રાજસ્થાન, ઉદયપુર ખાતે 19 અને 20 સપ્ટેમ્બર, 2026 દરમિયાન “Global Scenario of Human Rights in Democratic Societies” વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિષદમાં માનવ અધિકારો, સામાજિક ન્યાય, સમાનતા અને મૂળભૂત સ્વતંત્રતાઓ જેવા વિષયો પર દેશ-વિદેશના શિક્ષણવિદો, સંશોધકો અને નિષ્ણાતોએ ચર્ચા કરી હતી અને પોતાના સંશોધન પત્રો રજૂ કર્યા હતા.

પરિષદમાં ડૉ. મહેશ વી. ચૌહાણે “ભારતીય લોકશાહીમાં માનવ અધિકારો, સામાજિક ન્યાય અને સમાનતા: એક સમાજશાસ્ત્રીય અભ્યાસ” વિષય પર સંશોધનપત્ર રજૂ કર્યું હતું. તેમના સંશોધનમાં ભારતીય બંધારણ માનવ અધિકારોના રક્ષણમાં કેવી રીતે મદદરૂપ બને છે, સામાજિક ન્યાય અને સમાનતાનું મહત્વ શું છે, તેમજ જાતિ, વર્ગ અને લિંગના આધારે થતી અસમાનતાનો સમાજ પર કેવો પ્રભાવ પડે છે તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

સંશોધનપત્રની અસરકારક રજૂઆત અને સંશોધનમાં આપેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ ડૉ. મહેશ વી. ચૌહાણને ‘બેસ્ટ રિસર્ચ પેપર’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બદલાવ સંસ્થા, ઉદયપુરની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ કમિટીના સભ્યોએ સંશોધનની ગુણવત્તા, વિષયની પ્રાસંગિકતા, સંશોધનપદ્ધતિ, સંશોધનપત્રની રજૂઆત અને શૈક્ષણિક યોગદાન સહિતના વિવિધ માપદંડોને ધ્યાનમાં રાખીને તેમની પસંદગી કરી હતી. આ સન્માન તેમની સંશોધન પ્રત્યેની રુચિ, શૈક્ષણિક પ્રતિબદ્ધતા અને સમાજશાસ્ત્ર ક્ષેત્રે કરેલા કાર્યની નોંધપાત્ર સિદ્ધિ છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો