દેવગઢ બારિયા તાલુકામાં વરસાદ ખેંચાતા ખરીફ પાક નિષ્ફળ જવાની ભીતિ: ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ 12 મુદ્દાની રાહતની માંગ

તા. ૦૮૧૦૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Bariya:દેવગઢ બારિયા તાલુકામાં વરસાદ ખેંચાતા ખરીફ પાક નિષ્ફળ જવાની ભીતિ: ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ 12 મુદ્દાની રાહતની માંગ
 
દેવગઢ બારિયા તાલુકામાં વરસાદ ખેંચાવાના કારણે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. લાંબા સમયથી વરસાદ ન પડવાને કારણે મકાઈ અને ડાંગર સહિતના મુખ્ય ખરીફ પાકો સુકાઈ રહ્યા છે, જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ તાકીદે 12 મુદ્દાની રાહત આપવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.ખેડૂતોની મુખ્ય માંગણી છે કે સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને વાસ્તવિક નુકસાનીના આધારે યોગ્ય વળતર ચૂકવાય. આ ઉપરાંત, ધરતીપુત્રો અને પશુપાલકોને બચાવવા માટે નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર વહેલી તકે નિર્ણય લેવા માંગ કરાઈ છે:
પાક નુકસાન અને ધિરાણમાં રાહત ખેડૂતો માટે વિશેષ પાક નુકસાન સહાય પેકેજ જાહેર કરવામાં આવે. KCC (કિસાન ક્રેડિટ કાર્ડ) અને પાક ધિરાણના નિયમોમાં શિથિલતા લાવી વ્યાજ તેમજ દંડની રકમમાં સંપૂર્ણ છૂટછાટ આપવામાં આવે.
 વીજળી અને લોન પુનઃધિરાણ કૃષિ ક્ષેત્રે વપરાતા વીજળી બિલમાં રાહત આપવામાં આવે તેમજ જે ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી થઈ છે તેમને કૃષિ લોનમાં પુનઃધિરાણ (Re-financing)ની સુવિધા પૂરી પાડવામાં આવે. પશુપાલકો માટે સહાય વરસાદના અભાવે ઘાસચારાની ભારે તંગી સર્જાઈ છે, તેથી અસરગ્રસ્ત પશુપાલકો માટે મફત અથવા સબસિડીવાળો ઘાસચારો અને પશુઆહાર ઉપલબ્ધ કરાવવામાં આવે.આ તાલુકાના ગામોને ‘વિશેષ રાહત વિસ્તાર’ તરીકે જાહેર કરી, કૃષિ વિભાગ દ્વારા આગામી સમય માટે ઓછા પાણીમાં થઈ શકે તેવા વૈકલ્પિક પાકોનું વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવે.ખેડૂતોએ સરકાર સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી છે કે પાક નુકસાનીના સર્વેની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક હોવી જોઈએ અને મંજૂર થયેલી સહાયની રકમ કોઈપણ વચેટિયા વિના સીધી જ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં (DBT દ્વારા) જમા કરવામાં આવે, જેથી પીડિત ખેડૂતોને સમયસર સાચી મદદ મળી શકે.
45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો