મુકેશ પરમાર,, નસવાડી

નસવાડી ની રાયણઘોડા પ્રાથમિક શાળામાં શાળાના 46મા સ્થાપના દિવસની ઉત્સાહભેર અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના બાળકોના હસ્તે કેક કાપીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સ્થાપના દિવસના આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી મુકેશકુમાર વી. ભીલ દ્વારા શાળાના તમામ બાળકો માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.આ પ્રસંગે મહેમાન તરીકે નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પરસોત્તમભાઈ આર. રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી દિનેશભાઈ કે. રાઠવા, બી.આર.સી. કોઓર્ડિનેટર અમીરભાઈ દિવાન, રાજ્ય પ્રતિનિધિ રાજેશભાઈ વસાવા, પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જશવંતભાઈ તડવી, સી.આર.સી. કોઓર્ડિનેટર મનીષભાઈ મહાલા તેમજ ભરતભાઈ પાંડે ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનોએ શાળાના સ્થાપના દિવસ નિમિત્તે બાળકો તથા શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી અને શાળાની શૈક્ષણિક પ્રગતિ તથા બાળકોના સર્વાંગી વિકાસ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સુંદર સંચાલન શાળાના આચાર્યશ્રી મુકેશકુમાર વી. ભીલ તથા શિક્ષિકા કામિનીબેન સોની અને મધુબેન બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાની એસ.એમ.સી.ના સભ્યો, વાલીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.









