દાહોદ તાલુકાના ગલાલિયાવાડ ગામે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

તા.૨૫.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના ગલાલિયાવાડ ગામે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

173નાગરિકોએ ઓપીડીનો લાભ લીધો ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 152 એક્ષરે,112 લોકોનું બીપી-સુગર ચેકઅપ; 85 પીએમજેએવાય કાર્ડ અને પીએમવીવીવાયના 10 સહિત વિવિધ સેવાઓ અપાઈદાહોદ, ગુજરાત સરકારના લોકકલ્યાણલક્ષી અભિગમને વધુ વેગ આપવાના હેતુથી દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ગલાલીયાવાડા ગામે “સેવા સેતુ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ગ્રામજનોને વિવિધ સરકારી વિભાગોની સેવાઓ અને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તે માટે વિવિધ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ પ્રાંત અધિકારી મિલિન્દ દવે, મામલતદાર પી.બી. ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી અનિલ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ અનિલ કિશોરી, તાલુકા ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોના સરપંચઓ તાલુકા પંચાયતના સભ્યઓ , તબીબી અધિકારીઓ એફ.એચ.ડબલ્યુ., સી.એચ.ઓ., આશા કાર્યકરો તથા આશા ફેસિલિટેટર, આંગણવાડી કાર્યકરો તેમજ વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આયોજિત આરોગ્ય સેવાઓમાં 173 નાગરિકોએ ઓપીડીનો લાભ લીધો, ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 152 એક્ષરે કરવામાં આવ્યા,112 લોકોનું બીપી-સુગર ચેકઅપ કરાયું; 85 પીએમજેએવાય કાર્ડ અને પીએમવીવીવાયના 10 સહિત વિવિધ સેવાઓ લાભાર્થીઓને આપવામાં આવી હતી.સેવા સેતુ કાર્યક્રમ થકી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ, આરોગ્ય તપાસ અને યોજનાકીય લાભો તેમના ગામ નજીક જ મળી રહે તે માટેનું મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો