MORBI:બ્લુઝોન ફેક્ટરી ખાતે ગુજરાત સરકારના મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની શુભેચ્છા મુલાકાત

MORBI:બ્લુઝોન ફેક્ટરી ખાતે ગુજરાત સરકારના મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની શુભેચ્છા મુલાકાત

મોરબી સિરામિક ઉદ્યોગના પ્રશ્નો અંગે થઈ સકારાત્મક ચર્ચા

મોરબી:આજે બ્લુઝોન ફેક્ટરી ખાતે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, ભાજપના મહામંત્રીશ્રી અરવિંદભાઈ વાસદડિયા તેમજ મહામંત્રીશ્રી તપનભાઈ દવે સહિતના અગ્રણી રાજકીય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મોરબી સિરામિક ઉદ્યોગના આગેવાનો, એસોસિએશનના હોદ્દેદારો તેમજ જેટકો (GETCO) અને પીજીવીસીએલ (PGVCL) ના ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. બેઠક દરમિયાન મોરબીના સિરામિક ઉદ્યોગને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક અને સાર્થક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ચર્ચાના મુખ્ય મુદ્દાઓ:

વીજળી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર: વીજળી પુરવઠામાં આવતા અવરોધો, વીજળીની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા નવી વીજલાઈનો અને સબસ્ટેશનોનું નિર્માણ તેમજ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમયસર વિકાસ કરવા વિશે રજૂઆતો કરવામાં આવી.

પાણી અને અન્ય સમસ્યાઓ: ઉદ્યોગને પડતી પાણીની સમસ્યા તેમજ ઉદ્યોગના વિકાસને અસર કરતા અન્ય મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ ઉદ્યોગકારોની તમામ રજૂઆતોને અત્યંત હકારાત્મક અભિગમથી સાંભળી હતી અને આ પ્રશ્નોના વહેલી તકે કાયમી નિરાકરણ લાવવા માટે સરકાર તરફથી શક્ય તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.

મોરબીના સિરામિક ઉદ્યોગના ઉત્તરોત્તર વિકાસ, પાયાની સુવિધાઓના વિસ્તરણ અને ઉદ્યોગકારોની સમસ્યાઓના સત્વરે ઉકેલ માટે સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચેનો આ સકારાત્મક સંવાદ અત્યંત આવકારદાયક સાબિત થયો છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો