કેશોદના વરિષ્ઠ પત્રકાર અને એકતા અખંડિતતા ના તંત્રી શ્રી અશોક રેણુકા ના ધર્મ પત્ની ની પુણ્યતિથિ નિમિત્તે કેશોદ ના માંગરોળ રોડ પર આવેલ શ્રી આસ્થા વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ ના 70 જેટલા વિકલાંગ ભાઈઓ બહેનો ને જમાડવામાં આવેલા હતા. અશોકભાઈ રેણુકા ના જણાવ્યા મુજબ તેમના ધર્મપત્ની સ્વ.સુશીલાબેન અશોકભાઈ રેણુકાની પુણ્યતિથિ હોવાથી આસ્થા ચેરીટેબલ માં રહેતા વિકલાંગ લોકોને પોતાના હાથે જમાડેલ હતા તેમની સાથે કેશોદના પત્રકાર ભરતભાઈ કક્કડ અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા દિનેશભાઈ કાનાબાર જોડાયા હતા અશોકભાઈ દ્વારા પોતાના ધર્મ પત્નીની પુણ્યતિથિ નિમિત્તે અનોખું કાર્ય કરવામાં આવ્યુ હતું અને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










