કાલોલમાં ફરિયાદીને ધમકી: કેસ પાછો ખેંચી લો નહીંતર નડીયાદ થી ભરવાડો લાવીને ટાંટિયા ભાંગી નાખીશું.!

તારીખ ૧૭/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલમાં કંપનીમાં રોકાણ કરાવી વિશ્વાસઘાત કરી મૂડીના રૂપિયા ઓળવી જવાના કેસમાં ફરિયાદ કર્યાનું મનદુઃખ રાખીને આરોપીએ ફરિયાદીને જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે.

ફરિયાદી કિરણકુમાર પ્રભુદાસ પટેલ (ઉ.વ. 35, ધંધો-ખેતીકામ, રહે. અલવા ગામ, તા. કાલોલ) એ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કિરણકુમાર અને અલવા ગામના અન્ય લોકો સાથે દિનેશ સુરેન્દ્રસિંહ ચૌહાણ, જીતેશ ભરવાડ અને પૃથ્વી શર્મા એ કંપનીમાં રૂપિયા રોકાણ કરાવવા બાબતે વિશ્વાસઘાત કરી તેમના મૂડીના રૂપિયા ઓળવી ગયા હતા. જે અંગે કિરણકુમારે તા. 27/09/2026 ના રોજ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદનું મનદુઃખ રાખીને આજરોજ બપોરે અઢી વાગ્યે જ્યારે ફરિયાદી કિરણકુમાર લાલ દરવાજા પ્રસૂતિ ગૃહ ખાતે ડોક્ટરને બતાવી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે જૂની મામલતદાર ઓફિસ શૌચાલયની સામે રોડ પર તેઓ તેમના મિત્રો કિરણ દેવેન્દ્રભાઈ પટેલ અને મેહુલકુમાર મહેશભાઈ પટેલ સાથે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન આરોપી દિનેશ સુરેન્દ્રસિંહ ચૌહાણ (રહે. માનસરોવર સોસાયટી-2, કાલોલ) બાઇક લઈને ત્યાં આવ્યો હતો અને ત્રણેયને કહેવા લાગ્યો હતો કે, “તમોએ અમારા વિરુદ્ધ ફરિયાદ કરીને અમારું શું તોડી લીધું, હું છૂટીને બહાર ફરું છું. કાલે કેસ પતી પણ જશે, હવે તમે તમારા રૂપિયા ભૂલી જાવ, તમે કરેલ કેસ પાછો ખેંચી લો. જો કેસ પાછો નહીં ખેંચો તો નડિયાદથી ભરવાડો લાવીને તમારા બધાના ટાંટિયા ભાંગી નાખીશું, તમને જીવતા નહીં રહેવા દઈએ.”ત્યારબાદ ગાળાગાળી કરી તે બાઇક લઈને જતો રહ્યો હતો.આ મામલે કિરણકુમાર પટેલે આરોપી દિનેશ ચૌહાણ વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં ધમકી અને ગાળાગાળી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો