હાલોલ:સરસ્વતી વિદ્યામંદિર, હાલોલ ખાતે નવરાત્રી સેલિબ્રેશનની ભવ્ય ઉજવણી કરાઈ 

રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૧૦.૨૦૨૬

હાલોલની સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલ ખાતે આજે શનિવારના રોજ નવરાત્રી સેલિબ્રેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ, ટ્રસ્ટીઓ તથા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યઓની ઉપસ્થિતિમાં માતાજીની આરતી ઉતારી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.નવરાત્રીના પાવન પર્વની ઉજવણી દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણ વિવિધ પરંપરાગત પોશાક અને આકર્ષક ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ઉત્સાહભેર જોડાયા હતા. વિવિધ ગીતોની રમઝટ સાથે સૌએ ગરબાની રમઝટ બોલાવી હતી. રંગબેરંગી પોશાક, સંગીત અને ગરબાના તાલે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને લોકકલા પ્રત્યે પ્રેમ તથા ગૌરવની ભાવના કેળવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને સ્ટાફગણે ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.કાર્યક્રમના અંતે શાળાના પ્રમુખ, ટ્રસ્ટીઓ તથા બંને માધ્યમના આચાર્યઓના હસ્તે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇનામ વિતરણ બાદ આભારની લાગણી સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.આમ, સરસ્વતી વિદ્યામંદિર, હાલોલ ખાતે આયોજિત નવરાત્રી સેલિબ્રેશન આનંદ, ઉત્સાહ અને સાંસ્કૃતિક પરંપરાના સુંદર સમન્વય સાથે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો