મેઘરજના ઇસરી ગામે તસ્કરોનો તરખાટ : એક જ રાત્રિમાં ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવ્યાં, સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરાયાનો આક્ષેપ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજના ઇસરી ગામે તસ્કરોનો તરખાટ : એક જ રાત્રિમાં ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવ્યાં, સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરાયાનો આક્ષેપ

અરવલ્લી: મેઘરજ તાલુકાના ઇસરી ગામે નવરાત્રિના માહોલ વચ્ચે રાત્રિના સમયે ચોરીની ઘટનાઓ સામે આવતાં ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. ગત રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવ્યાં હોવાની વિગતો સામે આવી છે. જેમાં બે મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જ્યારે એક મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વિગતો અનુસાર, ઇસરી ગામમાં પરષોત્તમ સોમાભાઈ પંચાલ અને મહેન્દ્રભાઈ અમૃતભાઈ પટેલ સહિતના મકાનોમાં ચોરીની ઘટનાઓ સામે આવી છે. મહેન્દ્રભાઈના ઘરેથી અંદાજે રૂ. 20થી 25 હજારની રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના ચોરાયાં હોવાનો આક્ષેપ છે. જ્યારે પરષોત્તમ સોમાભાઈ પંચાલના ઘરેથી પણ સોના-ચાંદીના ઘરેણાંની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી છે.

આ ઉપરાંત, અન્ય મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યાં હોવાની માહિતી મળી રહી છે. અજાણ્યા શખ્સોએ એક મકાનમાંથી પેટી બહાર લઈ જઈ ખેતરમાં ફેંકી દીધી હોવાની તેમજ તોડફોડ કરી હોવાની વિગતો પણ સામે આવી છે. અન્ય એક મકાનના આગળના ભાગે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હોવાની ઘટના પણ ચર્ચામાં છે.

નવરાત્રિ જેવા તહેવારના માહોલમાં એક જ રાત્રિ દરમિયાન અનેક મકાનોમાં ચોરીની ઘટનાઓ સામે આવતાં ગામમાં ચકચાર મચી છે. ચોરીની ઘટનામાં કેટલા મુદ્દામાલની ચોરી થઈ છે અને આ ઘટનાઓ પાછળ કોણ જવાબદાર છે તે અંગેની સત્તાવાર વિગતો તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ગ્રામજનોમાં ચોરીની ઘટનાઓને પગલે ચિંતા વ્યાપી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો