સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘ઇન્ડિયન સોસાયટી ઓફ એગ્રોનોમી’ના દાંતીવાડા ચેપ્ટરનો શુભારંભ

2 નવેમ્બર જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા

પ્રાકૃતિક અને ટકાઉ ખેતી માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા પર ભાર મુકાશે.સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ‘ઇન્ડિયન સોસાયટી ઓફ એગ્રોનોમી’ (ISA) ના દાંતીવાડા ચેપ્ટરનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટેની વૈજ્ઞાનિક વ્યૂહરચનાઓ પર એક વિશેષ વિચારમંથન સત્રનું પણ આયોજન કરાયું હતું.આ ઉદ્ઘાટન સત્રમાં ભારત સરકારના કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ (DARE)ના સચિવ તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હીના મહાનિર્દેશક ડૉ. એમ. એલ. જાટ ઑનલાઇન માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ઉદ્બોધનમાં કૃષિ વિજ્ઞાનના સર્વાંગી વિકાસ, ટકાઉ ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતીના પ્રસાર માટે સુદ્રઢ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત ICAR, નવી દિલ્હીના સહાયક મહાનિર્દેશક (માનવ સંસાધન વ્યવસ્થાપન) ડૉ. એસ. કે. શર્માએ પ્રાકૃતિક ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ, જમીનનું સ્વાસ્થ્ય અને કુદરતી સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સમારોહના અધ્યક્ષ અને યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. આર. એસ. ચંદેલે ટકાઉ કૃષિ વિકાસ, જૈવવિવિધતાના સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવા સાથે પ્રાકૃતિક ખેતીને આગળ ધપાવવા માટે યુવા પેઢીના પડકારોને અનુરૂપ નવીન સંશોધનો હાથ ધરવા વિદ્યાર્થીઓ તેમજ સંશોધકોને પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે સંશોધન નિયામક ડૉ. એસ. ડી. સોલંકી, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. પી. એસ. પટેલ, યુનિવર્સિટીની વિવિધ કોલેજોના ડીનશ્રીઓ અને આચાર્યશ્રીઓ સહિત ૭૦ અધ્યાપકો તથા ૯૦ અનુસ્નાતક વિદ્યાર્થીઓ મળીને કુલ ૧૬૦ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે અગાઉ અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે “Gen-Z Agronomy: Think, Imagine, Innovate” વિષય પર પોસ્ટર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ૯૫ વિદ્યાર્થીઓએ કૃષિ ક્ષેત્રના ભાવિ વિકાસને લગતા નવતર વિચારો ઉત્સાહપૂર્વક રજૂ કર્યા હતા. ઇન્ડિયન સોસાયટી ઓફ એગ્રોનોમી, દાંતીવાડા ચેપ્ટરના ચેરમેન ડૉ. એલ. જે. દેસાઈ તેમજ આ કાર્યક્રમના આયોજક ડૉ. અશોક ચૌધરી, ઉપપ્રમુખ (પશ્ચિમ ઝોન), The Indian Society of Agronomy,New Delhi હતા તથા કારોબારી સભ્યોની સંયુક્ત પહેલથી શરૂ થયેલું આ નવું ચેપ્ટર કૃષિ વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન, જ્ઞાનના આદાન-પ્રદાન અને ટકાઉ ખેતી પદ્ધતિઓના પ્રસારને નવી દિશા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો