જગદગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીની ગુજરાતમાં વિજય યાત્રા, અંબાજીની પણ લેશે મુલાકાત

2 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જગદગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીની ગુજરાતમાં વિજય યાત્રા, અંબાજીની પણ લેશે મુલાકાત. ૨૦ નવેમ્બર દરમિયાન ગુજરાતના પાંચ શહેરોમાં ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે.(મહેન્દ્ર અગ્રવાલ અંબાજી)શ્રી કાંચી કામકોટિ પીઠમ્, કાંચીપુરમના પૂજ્ય પીઠાધિપતિ પરમ પૂજ્ય જગદગુરુ શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજી તા. ૨૦ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ગુજરાતની પાવન ધરતી પર વિજય યાત્રા કરશે. આ વિજય યાત્રા અંતર્ગત રાજ્યનાં સુરત, વડોદરા, અમદાવાદ, અંબાજી અને વડનગર સહિતનાં શહેરોમાં સ્વામીજીના પધરામણા થશે.
આ વિજય યાત્રા દરમિયાન ભક્તોને પરમ પૂજ્ય જગદગુરુ સ્વામીજીનાં દર્શન, સત્સંગ અને આશીર્વાદ પ્રાપ્ત કરવાની પાવન તક મળશે. સાથે જ સનાતન ધર્મ, વૈદિક સંસ્કૃતિ અને ભારતીય આધ્યાત્મિક પરંપરાઓને લગતી વિવિધ ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
શ્રી કાંચી કામકોટિ પીઠમ્ એ અદ્વૈત વેદાંત અને વૈદિક જ્ઞાનનું પ્રતિષ્ઠિત આધ્યાત્મિક કેન્દ્ર છે. પીઠમ્ દ્વારા વર્ષોથી વૈદિક પરંપરાઓ, મંદિર સંસ્કૃતિ, ધાર્મિક વિધિઓ અને આધ્યાત્મિક શિક્ષણના સંરક્ષણ તથા સંવર્ધન માટે વિશેષ યોગદાન આપવામાં આવી રહ્યું છે. ગુરુપરંપરાની આ મહાન પરંપરાને આગળ ધપાવતાં જગદગુરુ સ્વામીજીની ગુજરાત યાત્રાને ધાર્મિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ વિજય યાત્રાનું એક ઐતિહાસિક પાસું પણ જોડાયેલું છે. વર્ષ ૧૯૮૦માં પૂજ્યપાદ શ્રી જયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજી ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા, ત્યારે વર્તમાન જગદગુરુ શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજી યુવાન બ્રહ્મચારી તરીકે તેમની સાથે ગુજરાત આવ્યા હતા. હવે વર્ષો બાદ વર્તમાન પીઠાધિપતિ તરીકે તેમની ગુજરાતમાં યોજાનારી આ વિજય યાત્રા આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.
ખાસ કરીને શક્તિપીઠ અંબાજીમાં પણ સ્વામીજીના પધરામણાના સમાચારથી ભક્તોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ યાત્રા ગુજરાતના ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ પ્રસંગ બની રહેશે.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો