2 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં જરૂરિયાતમંદ લોકોને દાળ ઢોકળી અને ભાત નું ભોજન પ્રસાદ આપવામાં આવ્યું.
જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી દ્વારા પાલનપુરમાં કીર્તિસ્તંભ વિસ્તાર, પાતાળેશ્વર મહાદેવ મંદિર પાસે, પાલનપુરહરીપુરા વિસ્તાર હિંગળાજ માં મંદિર પાસે, જરૂરિયાતમંદ લોકોને દાળ ઢોકળી અને ભાત. પૌષ્ટિક ભોજન પ્રસાદ પ્રેમથી પીરસવામાં આવ્યું.જરૂરિયાતમંદ લોકો સુધી પ્રેમ, કરુણા અને માનવતાનો સંદેશ પહોંચાડવો માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું
સેવાની ઝલક ભોજન પ્રસાદ મળતાં બાળકો, મહિલાઓ અને વડીલોના ચહેરા પર ખુશી અને સંતોષની લાગણી જોવા મળી.
સેવામાં સહભાગી ઠાકોરદાસ ખત્રી, દિનેશભાઈ શર્મા, ધનેશભાઈ રેડિયમ વાળા. ભગુ ખત્રી .મહેશ ચંદુલાલ ઠક્કર તેમજ સર્વે સેવાભાવી સભ્યોએ ઉત્સાહપૂર્વક સેવા આપી.સેવા કરો, સત્કાર કરો – એ જ સાચી માનવતા છે. સૌ પર પ્રભુકૃપા બની રહે એવી પ્રાર્થના…જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી દ્વારા 365 દિવસ અલગ અલગ સેવાઓ આપવામાં આવે છેજીવ દયા ફાઉન્ડેશનના. જીવ દયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી જણાયું હતું કે દિવાળી સુધી પાલનપુર માં અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં અલગ અલગ સેવાઓ નાના બાળકો માટે મીઠાઈ કપડાં. વસ્ત્રો અને નાસ્તો અને જીવદયા ની સેવાઓ ગૌ માતાએ ઘાસચારો. કુતરાઓ માટે છાશ. ભાત અને બિસ્કીટનું ભોજન. અને આંગણવાડી અને શાળામાં જરૂરિયાત મંદ લોકોને સ્લીપર ચપ્પલ સ્કૂલ બુટ, સ્ટેશનરી સામાન અને મીઠાઈને નમકીનો નું વિતરણ કરવામાંઆવશે દિવાળી સુધી સેવા ચાલુ રાખવામાં આવશે.










