હાલોલ:ચેક બાઉન્સ કેસમાં મહિલાને ૬ માસની કેદ અને ૨.૬૦ લાખનો દંડ, હાલોલ કોર્ટનો મહત્વનો હુકમ,નાણાં પરત ન ભરપાઈ કરનારા બાકીદારોમાં ફફડાટ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨.૧૧.૨૦૨૬

હાલોલની શ્રી જનતા સહકારી બેંક લી. માંથી લોન મેળવીને તેની નિયમિત ભરપાઈ ન કરનાર મહિલા આરોપી સામે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચેક પરત ફરવાના (ચેક બાઉન્સ) કેસમાં મહેરબાન એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી આર.બી. જોષી સાહેબની કોર્ટે આરોપી મહિલાને ૬ માસની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા. ૨,૬૦,૦૦૦/- નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.કેસની વિગત અનુસાર, મોજે કંજરી (તા. હાલોલ) ના કંજરી રોડ પર આવેલા ‘તિર્થ વીલા’ ખાતે રહેતા આરોપી રશ્મીકાબેન રાજેશભાઈ જોષી નાઓએ શ્રી જનતા સહકારી બેંક લી. હાલોલમાંથી લોન મેળવી હતી. જોકે, લોનના હપ્તા નિયમિતપણે ભરાતા ન હોવાથી બેંક દ્વારા બાકી નીકળતી રકમ અંગે માંગણી કરવામાં આવી હતી. આ બાકી રકમ પેટે આરોપી રશ્મીકાબેન દ્વારા આપેલ ચેક બેંકમાં જમા કરાવતા તે પરત (બાઉન્સ) ફર્યો હતો.આથી, શ્રી જનતા સહકારી બેંક લી. તરફથી તેમના વિદ્વાન વકીલ એમ.એસ. ઠક્કર મારફતે હાલોલ કોર્ટમાં ‘ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ’ની કલમ-૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સદર કેસની સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવાઓ અને દલીલોને ધ્યાને રાખીને, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી આર.બી. જોષી સાહેબે આરોપી રશ્મીકાબેન રાજેશભાઈ જોષીને ગુનામાં તકસીરવાન ઠરાવ્યા હતા.જ્યારે બેંકમાંથી ધિરાણ મેળવી નાણાં પરત ભરપાઈ ન કરનારા લોકો સામે કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલા આ કડક સજાના હુકમને પગલે આવા બાકીદારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો