MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં આજે રાત્રે મેજિક શોનું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળા અંતર્ગત નગરજનોના મનોરંજન માટે આજે રાત્રે 9:00 કલાકે ભવ્ય મેજિક શોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેજિક શોમાં જાદુના અવનવા કરતબો અને રોમાંચક પ્રસ્તુતિઓ દ્વારા બાળકો સહિત તમામ વયના નાગરિકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે.
આ કાર્યક્રમમાં મોરબીના નગરજનો, બાળકો તથા પરિવારજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મેજિક શોનો આનંદ માણવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
કાર્યક્રમની વિગતો:- સમય: આજે રાત્રે 9:00 કલાકે- સ્થળ: સ્વદેશી મેળો, રત્નકલા ગ્રાઉન્ડ- સરનામું: સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ, મોરબીઆવો, સ્વદેશી મેળાની રોનકમાં વધારો કરીએ અને મેજિક શોનો આનંદ માણીએ.












