ચીખલીના મોગરાવાડીમાં રૂ. ૭૫ લાખના ખર્ચે તૈયાર થયેલા ‘વન કવચ’નું લોકાર્પણ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ; ૩૦ હજાર રોપાઓનું વાવેતર, ૮૨ પ્રજાતિનાં રોપાઓનો થશે ઉછેર

સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ, નવસારી દ્વારા ચીખલી તાલુકાના મોગરાવાડી ખાતે રૂ. ૭૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ‘વન કવચ’નું લોકાર્પણ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન કવચ લોકાર્પણ સાથે લોકસંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મંત્રી નરેશભાઈ પટેલે વન સંરક્ષણ, વૃક્ષોના જતન, જળસંચય અને પર્યાવરણની જાળવણીના મહત્વ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિકાસની સાથે જંગલો અને વૃક્ષોનું સંરક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે. વૃક્ષોનું જતન અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ ભવિષ્યની પેઢીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પર્યાવરણનું સંતુલન જાળવવા માટે સૌએ સામૂહિક જવાબદારી નિભાવી પ્રકૃતિના સંવર્ધનમાં સહભાગી બનવું જોઈએ.

મોગરાવાડી ખાતે તૈયાર કરવામાં આવેલા આ વન કવચમાં કુલ ૩૦,૦૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. અહીં ૮૨ પ્રકારની વિવિધ પ્રજાતિનાં રોપાઓનો ઉછેર કરવામાં આવશે. કાર્યક્રમના ભાગરૂપે મંત્રી નરેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વધુ ૧,૧૧૧ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

વન કવચ જેવા પ્રકલ્પો દ્વારા વૃક્ષોના ઉછેરને પ્રોત્સાહન મળવાની સાથે વનસંપદાનું સંરક્ષણ, હરિયાળીમાં વધારો અને પર્યાવરણનું સંતુલન જાળવવાના પ્રયાસોને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક ઉર્વશી પ્રજાપતિ, આર.એફ.ઓ., સરપંચ સહિતના સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો