MORBI:મોરબીના રવાપરમાં જુગારધામ પર પોલીસનો દરોડો: રૂ. ૭.૮૫ લાખની રોકડ સાથે ૭ શખ્સો ઝડપાયા

MORBI:મોરબીના રવાપરમાં જુગારધામ પર પોલીસનો દરોડો: રૂ. ૭.૮૫ લાખની રોકડ સાથે ૭ શખ્સો ઝડપાયા

સરદાર પટેલ સોસાયટીમાં નવા બની રહેલા મકાનમાં ચાલતી હતી તીનપત્તીની ક્લબ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે પાડી રેઇડ

મોરબીના રવાપર ગામ સ્થિત સરદાર પટેલ સોસાયટીમાં ચાલતા જુગારધામ પર સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ૭ શખ્સોને રૂ. ૭.૮૫ લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, સીટી એ ડિવિઝન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રવાપર ગામની સરદાર પટેલ સોસાયટીમાં નવા બની રહેલા એક મકાનમાં જુગારની મહેફિલ જામી છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર અચાનક રેઇડ કરતા ત્યાં ગંજીપત્તાના પાના વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૭,૮૫,૦૦૦/- કબજે કરી તમામ સાત જુગારીઓની અટકાયત કરી હતી.

ઝડપાયેલા આરોપીઓની વિગત:૧. જયદીપભાઈ ઉર્ફે લાલો ગોવિંદભાઈ બકુત્રા (ઉ.વ. ૪૨, મકાન માલિક, રહે. સરદાર પટેલ સોસાયટી, રવાપર) ૨. સંદીપભાઈ જગદીશભાઈ શેરશિયા (ઉ.વ. ૩૫, રહે. રવાપર મેઈન શેરી) ૩. આશિષભાઈ ભગવાનજીભાઈ ડાંગર (ઉ.વ. ૩૫, રહે. ચિત્રકૂટ સોસાયટી, રવાપર) ૪. ભાવિનભાઈ ગિરીશભાઈ કારિયા (ઉ.વ. ૩૦, રહે. ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ) ૫. રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ગોવિંદભાઈ બકુત્રા (ઉ.વ. ૪૫, રહે. શ્રદ્ધા પાર્ક, વાવડી રોડ, મોરબી; મૂળ નાની બરાર, માળીયા-મી) ૬. કિશનભાઈ દેવદાનભાઈ કુંભારવાડિયા (ઉ.વ. ૨૮, રહે. સરદાર સોસાયટી શેરી નં. ૩, રવાપર) ૭. ભાવેશભાઈ હીરાભાઈ જીલરિયા (ઉ.વ. ૩૪, રહે. સરદાર પટેલ સોસાયટી, રવાપર) પોલીસે રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો