MORBI:મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સ્પર્ધાત્મક પરીક્ષામાં સર્વોત્તમ સિદ્ધિ બદલ રાજ્ય પરીક્ષા બોર્ડ – ગુજરાત રાજ્ય દ્વારા અભિનંદન પત્ર અર્પણ.


મોરબી અત્રેની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને વર્ષ 2025/26 માં ધો.5 માં લેવાતી CET અને PSE એકઝામ ધો.8 માં લેવાતી NMMS અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનિઓએ મેળવેલ સર્વોત્તમ સિદ્ધિ બદલ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા અભિનંદન પત્ર અર્પણ કરવામાં આવેલ છે, આ પત્રમાં શાળા પરિવારને અભિનંદન આપતાં જણાવવામાં આવ્યું છે કે સન્માનનીય મુખ્ય શિક્ષકશ્રી અને સર્વ શિક્ષકશ્રીઓ,
શિક્ષણ થકી જ વ્યક્તિના આચાર, વિચાર, મૂલ્યનિષ્ઠા અને ભાવવિશ્વનું નિર્માણ થતું હોય છે. Together We Achieve ની ભાવના સુદૃઢ બનતી હોય છે. આપ સૌ Education for Life એટલે કે જીવન માટેનું શિક્ષણ આપી રહ્યા છો તે બદલ સૌને અભિનંદન.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષા પૈકીની 2025-26 માં યોજાયેલ CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ), CGMS (મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ), NMMS (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ) અને PSE (પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) પરીક્ષામાં આપની શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળાને, ગામને, જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. વિદ્યાર્થીનું સફળ પરિણામ તેની વ્યક્તિગત મહેનત અને તત્પરતા, ઉપરાંત આપ સૌની યોગ્ય અધ્યાપન પદ્ધતિ, સમર્પણ અને ઉત્તમ કર્મયોગનું સૂચક છે. NEP 2020 ના Competency – Based Learning, Critical Thinking, Collaborative Learning, Holistic Development અને Experiential Learning જેવા શૈક્ષણિક અભિગમોને આપ સૌએ આત્મસાત કરીને કાર્યાન્વિત કર્યા છે, તે સાબિત કરે છે.

વિદ્યાર્થીઓ તેમને પ્રાપ્ત થનાર સ્કોલરશીપ થકી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને તેમના જ્ઞાનનો ઉપયોગ રાષ્ટ્ર અને વિશ્વના કલ્યાણ કાર્યોમાં કરશે, જેના યશભાગી આપ સૌ છો. આપનું શિક્ષકત્વ સહાય સિદ્ધિદાયક રહીને, સત્કર્મ શિવમ સુંદરમ ના રાષ્ટ્રીય ધ્યેય વાક્યની અસીમતાને અર્પિત રાખે તેવી શુભકામના સહ, અભિનંદન આપતાં જણાવ્યું છે કે
“Knowledge turns into Wisdom when it eases Suffering”
“મંગલકારી જ્ઞાન, એ જ પ્રજ્ઞાનું ઉચિતમ સ્વરૂપ છે.” પીએમશ્રી માધાપરવાડી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી તમામ સારસ્વત શિક્ષક બંધુ ભગિનીઓ તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા અભિનંદન પત્ર બદલ રાજ્ય પરીક્ષા બોર્ડનો આભાર પ્રકટ કરવામાં આવ્યો છે.











