MORBI:મોરબી ‘સિદ્ધિવિનાયક કા રાજા’ ગણેશ મહોત્સવમાં જેતપર સત્યાગ્રહ છાવણીના ૧૦૦થી વધુ ખેડૂતો એકતાના દર્શને પહોંચ્યા

મોરબી:ભારતમાં અંગ્રેજી શાસન દરમિયાન ઈ.સ. ૧૮૯૩માં લોકમાન્ય બાળ ગંગાધર તિલકે સમાજમાં એકતા, રાષ્ટ્રીય ભાવના અને સંગઠિતતા મજબૂત બને તેવા શુભ આશયથી સાર્વજનિક ગણેશોત્સવની સ્થાપના કરી હતી. એ જ ઐતિહાસિક પરંપરા અને એકતાની ભાવનાને જીવંત રાખતા મોરબી ખાતે એક અનોખો સમન્વય જોવા મળ્યો હતો.

મોરબીમાં શ્રી અરવિંદભાઈ બારૈયા તથા ઓમ બારૈયા દ્વારા આયોજિત પ્રખ્યાત ‘સિદ્ધિવિનાયક કા રાજા’ ગણેશ મહોત્સવમાં ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી–જેતપરના ૧૦૦થી વધુ ખેડૂતો એકસાથે દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા.
વિઘ્નહર્તા શ્રી ગણેશજીના ચરણોમાં શીશ ઝુકાવી ખેડૂતોએ સામૂહિક રીતે સૌની સુખાકારી અને ખેડૂત હિત માટે પ્રાર્થના કરી હતી. જેતપર સત્યાગ્રહ છાવણી સાથે જોડાયેલા જગતના તાતની આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિતિથી પંડાલમાં ભક્તિ સાથે એકતા અને સંગઠનનો અનોખો માહોલ સર્જાયો હતો. આ આયોજનથી ભક્તિ અને સામાજિક એકતાની તિલકકાલીન ભાવના ફરી એકવાર ઉજાગર થઈ હતી.












