નર્મદા : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજપીપળામાં શિક્ષણ વિભાગ દ્વારા મહા સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ

રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા ખાતે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત નર્મદા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીચોક થી સંતોષ ચોકડી સુધી મહા સ્વચ્છતા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સફાઈ કાર્યક્રમમાં શિક્ષણ અને વહીવટી ક્ષેત્રના વિવિધ વિભાગોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તથા નાયબ નિયામક આદિજાતિ કલ્યાણની કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
આ ઉપરાંત BRC, CRC, સ્થાનિક શાળાઓના શિક્ષકો તેમજ NSS (રાષ્ટ્રીય સેવા યોજના) ના સ્વયંસેવકોએ સમગ્ર વિસ્તારમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. શિક્ષણ વિભાગની સરાહનીય પ્રયાસથી સમગ્ર માર્ગ પર સ્વચ્છતા જાળવવાની સાથે નાગરિકોમાં પર્યાવરણ અને સફાઈ પ્રત્યે જાગરૂકતા કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો










