વિષ્ણુ અવતારી રામદેવજીના જન્મદિવસે મોટી શામળદેવીમાં અનેરો ઉત્સાહ: કથા, પૂજા-અર્ચના બાદ ગામમાં ગુંજ્યા રામદેવજીના જયઘોષ.

તારીખ ૨૨/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ભાદરવા સુદ દશમ એટલે લોકદેવતા અને વિષ્ણુ અવતારી ભગવાન રામદેવજી મહારાજનો પવિત્ર જન્મદિવસ. આ પાવન દિવસ નિમિત્તે કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામે ભક્તિ અને ઉલ્લાસભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં સમસ્ત ગામના લોકો ભગવાન શ્રી રામદેવજીના મંદિરે એકત્ર થયા હતા. મંદિર ખાતે વિધિવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભાવિકોએ ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને કથા તેમ જ પૂજા બાદ ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ગામની નાની દીકરીઓ માથે કળશ ધારણ કરીને જોડાઈ હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. DJ ના સુરીલા તાલે ભગવાન રામદેવજીના ભજનો અને ગીતો ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર ગામ ભક્તિમય બની ગયું હતું. યુવાનો, વડીલો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો શોભાયાત્રામાં જોડાયા હતા. જ્યાં સમગ્ર ગામમાં ફરીને આ શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થઈ હતી. આ પ્રસંગે ગામમાં અનેરો ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો