વિજાપુર તાલુકાના આગલોડ ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત શ્રમદાન આંગણ કા ઉત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ

વિજાપુર તાલુકાના આગલોડ ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત શ્રમદાન
આંગણ કા ઉત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ

વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર.
વિજાપુર તાલુકાના આગલોડ ગામ ખાતે આઈસીડીએસ શાખા વિજાપુર દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત તેમજ ‘આંગણ કા ઉત્સવ’ની પૂર્ણાહુતિ નિમિત્તે સ્વચ્છતા અંગે શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન ઠાકોર, સીડીપીઓ કુકરવાડા ગઝલ કે. દેસાઈ સહિત આગલોડ ગામની આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર તથા હેલ્પર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ સાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરી આસપાસના વિસ્તારની સફાઈ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા માત્ર અભિયાન પૂરતી સીમિત ન રહે પરંતુ રોજિંદા જીવનનો એક ભાગ બને તે માટે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આંગણવાડી કાર્યકરો તથા સહાયિકાઓ દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા, કચરો યોગ્ય જગ્યાએ નાંખવા અને સ્વચ્છ પર્યાવરણ જાળવવા અંગે પ્રેરણા આપવામાં આવી હતી.
‘આંગણ કા ઉત્સવ’ની પૂર્ણાહુતિ પ્રસંગે યોજાયેલા આ શ્રમદાન કાર્યક્રમ થકી ‘સ્વચ્છ ગામ, સ્વસ્થ સમાજ’નો સંદેશ ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સ્થાનિક સ્તરે યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડી સ્ટાફની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.
45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો