વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૫ સપ્ટેમ્બર : વડાપ્રધાન ના ૨૫ વર્ષના સેવા અને સુશાસન સંદર્ભે ‘સેવા મારું યોગદાન’ થીમ અંતર્ગત પોલીસ વિભાગ અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભુજ-કચ્છ દ્વારા તા.૨૪/૦૯/૨૦૨૬ ના રોજ ભુજ શહેર ખાતે માર્ગ સલામતી જાગૃતિ માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦થી વધુ બાઇક સવારો જોડાયા હતા.
આ કાર્યક્રમમાં માન.સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાના હસ્તે ફ્લેગઓફ કરી જ્યુબીલી ગ્રાઉન્ડથી શરૂઆત કરવામાં આવી. આ બાઈક રેલીમાં માન.પોલીસ અધિક્ષક પશ્ચિમ-કચ્છ, ભુજ નગરપાલિકાના પ્રમુખ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ વગેરે આ રેલીમાં જોડાયેલ હતા. આ રેલીમાં માર્ગ સલામતી જાગૃતિ અંગેના બેનર અને પોસ્ટર પ્રદર્શિત કરી જાહેર જનતામાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. ઉપરાંત માર્ગ સલામતી અંગેના ૫૦૦ જેટલા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવેલ.












