ઝુમસરના પશુપાલકની બે ગાયોના મોત થયા બાદ રૂ.૭પ હજાર સહાય ચુકવાઈ

ઝુમસરના પશુપાલકની બે ગાયોના મોત થયા બાદ રૂ.૭પ હજાર સહાય ચુકવાઈ

ઈડર તાલુકાના ઝુમસર ગામે રહેતા એક પશુપાલકની બે ગાયો પર તાજેતરમાં આકાશી વીજળી પડવાને કારણે બંને ગાયોના મોત થયા હતા જેથી આ પશુપાલકની સ્થિતી કફોડી બની ગઈ હતી તો બીજી તરફ ઘટના અંગે ઈડર તાલુકા પંચાયતમાં સ્થાનિક પંચાયત દ્વારા જાણ કરાયા બાદ ૧૧ દિવસ પછી આ પશુપાલકને બે ગાયોના મોત થતાં રૂ.૭૫ હજારની સહાય ચૂકવાઈ હતી.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઝૂમસર ગામના પ્રભુદાસ છગનભાઈ પટેલની બે ગાયો ઝૂમસર-વસાઈ રોડ પર આવેલા વાલાવાળા કુવા તરીકે ઓળખાતા સ્થળ નજીક હતી ત્યારે ગત ૧૩ સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે અચાનક આકાશી વીજળી પડતાં બંને ગાયો તેની ઝપેટમાં આવી હતી અને બંને ગાયોના મોત નિપજયા હતા.
જે અંગે જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે કુદરતી આફતનો ભોગ બનેલા પશુપાલક પ્રભુદાસ પટેલને આર્થિક મદદ મળે તે માટે ઝૂમસર ગામના સરપંચ નરેશ પટેલ, તલાટી કમ મંત્રીએ ઇડર તાલુકા વિકાસ અધિકારી ને રજૂઆત કરાઈ હતી ત્યારબાદ ઈડર તાલુકા વિકાસ કચેરીના ટીડીઓ ભરત ચૌધરી દ્વારા ઘટનાની નોંધ લઈ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરાવી માત્ર ૧૧ દિવસ બાદ રૂ.૭૫ હજારની સહાયના ચેક પશુપાલકને અપાયા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો