ફૈઝ ખત્રી…શિનોર

ગત તારીખ 4.10.2026 ના રોજ શિનોર તાલુકાના છાણભોઈ ગામે મનીષાબેન કિરણભાઈ વસાવાની તીક્ષ્ણ હથિયાર ના ઘા મારી હત્યા કરી હોવાની માહિતી શિનોર પોલીસ ને મળી હતી.જે અંગેની જાણ થતાં જ શિનોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ તજવીજ હાથ ધરી હતી.જેમાં બે વર્ષ થી મનીષાબેન કિરણભાઈ વસાવાની સાથે પતિ પત્ની તરીકે સાથે રહેતા સતીષભાઈ નટવરભાઈ વસાવાએ કરી હોવાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.જે બાદ શિનોર પોલીસે મનીષાબેન વસાવા ના પુત્ર ની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ દરમિયાન આરોપી સતીષભાઈ નટવરભાઈ વસાવા છાણભોઇ ખાતે મળી આવતા શિનોર પોલીસ ધ્વારા અટક કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે
.










