‘આંગણાન ઉત્સવ’માં બાળકોના ચહેરે ખીલી ખુશીની મુસ્કાન, લાયન્સ ક્લબ થરાદ સિટીની અનોખી સેવા

વાત્સલ્યમ.સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લામાં ‘આંગણાન ઉત્સવ’ અંતર્ગત નાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ સાથે તેમના ચહેરા પર ખુશીની મુસ્કાન લાવવાના હેતુથી સેવાકીય પહેલ હાથ ધરાઈ છે. લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા જિલ્લામાં આવેલી ૧૦૯૦ આંગણવાડીઓમાં રમકડાંની કિટ પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આંગણવાડીમાં રમકડાં માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ બાળકોને રમતાં-રમતાં શીખવાની તક પણ આપે છે. વિવિધ રમકડાં અને પ્રવૃત્તિઓ થકી બાળકોની સર્જનાત્મકતા, વિચારશક્તિ અને સામાજિક વિકાસને પ્રોત્સાહન મળે તેવા હેતુથી આ કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ સેવાકીય અભિયાન અંતર્ગત આજે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના સભ્યો દ્વારા બાળકોને રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. રમકડાં હાથમાં આવતા જ નાના ભૂલકાઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. સમગ્ર વાતાવરણમાં બાળકોની કિલકારીઓ ગુંજી ઉઠશે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો