તા.૦૬.૦૯.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના નિમનળીયામાં મટકીફોડ કાર્યક્રમની તકરારમાં હિંસક હુ*મલો: માતા અને બે પુત્રોને ફટકાર્યા, વાહનોની તોડફોડ સાથે દાગીનાની લૂંટ
દાહોદના નિમનળીયા વિસ્તારમાં મટકીફોડ કાર્યક્રમ દરમિયાન છોકરાઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ તકરાર બાદ એક ઉશ્કેરાયેલું ટોળું એક પરિવારના ઘરે ધસી આવ્યું હતું અને ભારે આતંક મચાવ્યો હતો. હુ*મલાખોરોએ ઘરની બહાર પાર્ક કરેલા વાહનોની તોડફોડ કરી હતી અને ઘરમાં ઘૂસીને એક મહિલા (માતા) તથા તેમના બે પુત્રો પર લાકડીઓ અને પથ્થરો વડે જીવલેણ હુ*મલો કર્યો હતો.આટલેથી ન અટકતા, હુ*મલાખોર ટોળું ઘરમાં રાખેલા સોના-ચાંદીના કિંમતી દાગીનાની પણ લૂંટ ચલાવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયું હતું. આ હિંસક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર પરિવારે આ અંગે પોલીસને જાણ કરતાં દાહોદ રૂરલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





