ડાંગ:મહાલના જંગલોમાં ગુંજ્યો યુવા નેતૃત્વનો નાદ:SOIનો બે દિવસીય ‘યુથ લીડરશીપ ટ્રેનિંગ પ્રોગ્રામ–2026’સંપન્ન

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના મહાલ ઇકો કેમ્પ ખાતે ‘સ્ટેપ ઓફ ઇન્સ્પિરેશન’ (SOI) યુવા ગ્રુપ દ્વારા બે દિવસીય ‘યુથ લીડરશીપ ટ્રેનિંગ પ્રોગ્રામ–2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 2 અને 3 ઓક્ટોબર દરમિયાન યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સક્રિય SOI ગ્રુપના 11 યુનિટમાંથી પસંદગી પામેલા કુલ 56 યુવા પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, ટીમવર્ક, યોગ્ય નિર્ણયશક્તિ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ, વર્કશોપ અને માર્ગદર્શન સત્રો યોજાયા હતા. મહાલના કુદરતી વાતાવરણ વચ્ચે યોજાયેલી પ્રવૃત્તિઓએ યુવાનોમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને નેતૃત્વની ભાવના જગાવી હતી.

કાર્યક્રમ દરમિયાન ‘યુથ ક્લાયમેટ ચેન્જ’ વિષય પર પણ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેંગલોર યુથ ક્લાયમેટ સેન્ટર તરફથી દ્રિષ્ટધ્યુમન ખેરાએ ઉપસ્થિત રહી યુવાનોને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડાંગ જિલ્લાના સ્થાનિક નેતૃત્વ તરફથી નીતિનભાઈ રાઉત પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ વિસ્તારોમાંથી આવેલા યુવા લીડરો માટે આ તાલીમ કાર્યક્રમ પરસ્પર અનુભવો અને વિચારોની આપ-લે કરવાનો તેમજ ભવિષ્યમાં સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ માટે નવી દિશા નક્કી કરવાનો મહત્વપૂર્ણ મંચ બન્યો હતો.

આ કાર્યક્રમના આયોજન અને માર્ગદર્શનમાં SOI ગ્રુપના સ્થાપક પ્રકાશભાઈ ચૌધરી, પ્રમુખ દિવ્યાંગભાઈ ગામિત તથા ઉપપ્રમુખ દિવ્યાબેન વસાવાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેમના માર્ગદર્શન હેઠળ યુવાનોને નેતૃત્વની જવાબદારી સાથે સમાજ અને પર્યાવરણ પ્રત્યેની ફરજ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના સમાપન પ્રસંગે તમામ યુવા પ્રતિભાગીઓએ જાગૃત યુવા, મજબૂત નેતૃત્વ અને સશક્ત સમાજ’ના સંકલ્પ સાથે પોતાના વિસ્તારોમાં સમાજ ઉપયોગી કાર્યોને વધુ વેગ આપવાનો દૃઢ નિશ્ચય વ્યક્ત કર્યો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો