કડાણાના તલવાડા ગામે આંગણવાડીમાં ‘આંગણ મિલન’ કાર્યક્રમ યોજાયો:

રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર
કડાણા ના icds અધિકારી કહ્યું, આંગણવાડી સમાજના વિકાસનું મહત્વનું કેન્દ્ર|

કડાણા,તાલુકાના વિકસિત ભારત જન સેવા અભિયાન હેઠળ તલવાડા આંગણવાડી કેન્દ્ર ખાતે ‘આંગણ મિલન’ કાર્યક્રમ યોજાયો. તેનો હેતુ પોષણ, શિક્ષણ અને સંસ્કાર દ્વારા મજબૂત બાળ પેઢીનો પાયો નાખવાનો છે. આ કાર્યક્રમ તાલુકાના icds અધિકારી તેમજ તલવાડા ગામના સરપંચ અધ્યક્ષતામાં થયો.
આ કાર્યક્રમમાં આઈસીડીએસ અધિકારી સ્થાનિક સરપંચ, ગ્રામજનો,માતાઓ અને બાળકો હાજર રહ્યા., આંગણવાડી કેન્દ્રો સમાજના સર્વાંગી વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
તેમણે જણાવ્યું કે, બાળકોના સારા સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષણ અને સંસ્કારની શરૂઆત આંગણવાડીથી થાય છે. સ્વસ્થ, સુપોષિત અને સુશિક્ષિત બાળકો જ ગુજરાત અને ભારતને સશક્ત બનાવશે. તેમણે સૌને સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવા અને કોઈ બાળક શિક્ષણ કે પોષણથી વંચિત ન રહે તે માટે સાથે મળીને કામ કરવા અપીલ કરી.
આ પ્રસંગે હાજર મહાનુભાવો, માતાઓ અને ગ્રામજનોએ બાળકોના સર્વાંગી વિકાસ અને ગામના ઉજ્જવળ ભવિષ્ય માટે એક થઈને કામ કરવાનો સંકલ્પ લીધો.










