ડીટવાસ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા

આરોપીને ઝડપી પાડવામાં મહીસાગર SOGને સફળતા
ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે બાતમી મળી, SOG ટીમે છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો
વિજય. જોષી. મહીસાગર

રેજના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સુકીન હસન દ્વારા નાસતા ફરતા આરોપીએ-સો ઝડપી પાડવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને મહીસાગર SOG પોલીસ ઇન્સ્પેકટર વી.ડી. ધોરડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ SOG પોલીસ સબ-ઈન્સ્પેકટર એચ.બી. સિસોદિયા દ્વારા સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન SOG સ્ટાફના ASI જીતેન્દ્રકુમાર તથા હેડ કોન્સ્ટેબલ અજીતકુમારને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે બાતમી મળી હતી કે, ડીટવાસ પોલીસ સ્ટેશનના C પાર્ટ ગુ.ર.નં. ૦૨૫૬/૨૦૨૬ હેઠળ પ્રોહિબિશન એકટની કલમ ૬૫(એઈ), e૯(૨), ૯૧, ૯૩ અને ૧૧૬(બી) મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી ભુરાભાઈ લાલુભાઈ ડામોર, રહે. ગરિયાતા બામણીયાવાડ, તા. ગલીયાકોટ, જી. ડુંગરપુર, રાજસ્થાન, ડીટવાસ કાર્યવાહી ચૌકડી તરફ આવવાનો છે.
ચોક્કસ બાતમીના આધારે SOG ટીમના ASI જીતેન્દ્રકુમાર, હેડ કોન્સ્ટેબલ અજીતકુમાર, હેડ કોન્સ્ટેબલ હેમંતકુમાર તથા હેડ કોન્સ્ટેબલ નટવસિંહ દ્વારા બાતમીવાળી જગ્યા પર પહોંચી છટકું ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન ઉપરોક્ત ગુનામાં નાસતો ફરતો આરોપી મળી આવતાં તેને હસ્તગત કરવામાં આવ્યો હતો.
ડીટવાસ
પોલીસ સ્ટેશન
… તા-કડ, વિ-સરસાગર …
પકડાયેલ આરોપી:
ભુરાભાઈ લાલુભાઈ ડામોર, રહે. ગરિયાતા બામણીયાવાડ, તા. ગલીયાકોટ, જી. ડુંગરપુર, રાજસ્થાન.
ગોધરા (પંચમહાલ)| નવાઝ શેખ :-
પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ડીટવાસ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.










