5 ઓક્ટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ડીસા તાલુકા કક્ષાની સ્પર્ધામાં મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા અવ્વલ નંબરે.ખેલ મહાકુંભ 2026 અંતર્ગત તાલુકા કક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધા સરસ્વતી હાઇસ્કુલ નાની આખોલ ખાતે યોજાઈ ગઈ જે અંતર્ગત મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા ની અંડર 17 ભાઈઓ ની એક ટીમ તેમજ બહેનો ની એક ટીમ તેમજ ઓપન વિભાગમાં બહેનોની એક ટીમે ભાગ લીધેલ.જે ત્રણેય ટીમો તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.
ભાગ લેનાર ખેલાડીઓમાં અંડર 17 ભાઈઓમાં ચૌધરી મિલન, ચૌધરી ક્રિષ્ના, રાજપુત કનક, રબારી અક્ષ, ઠાકોર ભાવેશ, વાઘેલા લાડજી, વાઘેલા મેહુલ, ધાણક આતિશ, પરમાર જીગ્નેશ અને રબારી કમલેશ નો સમાવેશ થાય છે. જ્યારે અંડર 17 બહેનોમાં દામેચા પિનલ, જાટ ભાવના, રાવળ રવિના, ઘોઘા કાજલ, કોલા અરવિના, રબારી આશા, વાઘેલા દિવ્યા, દામેચા પાયલ, ચૌધરી વૈશાલી અને ચૌધરી જયશ્રી નો સમાવેશ થાય છે. તેમજ ઓપન વિભાગમાં પરમાર નીલમ, ચૌધરી મિતલ, રાજપુત અરુણા, મોરસીયા હીના, કિંજલ, ઘોઘા ડિમ્પલ, ચૌહાણ મમતા, દામેચા જાગૃતિ નો નો સમાવેશ થાય છે.
ભાગ લેનાર તમામ ખેલાડીઓને શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પરેશકુમાર બી રાવલ દ્વારા કોચિંગ આપી તૈયાર કરવામાં આવેલ. તેમજ શાળાના શિક્ષિકા બેન શ્રીમતી નીલમબેન વાણીયા એ ટીમ મેનેજર તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ. વિજેતા તમામ ટીમોને આચાર્યશ્રી અને શાળા પરિવાર તેમજ શ્રી સંસ્કાર મંડળ રામપુરા દ્વારા અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરેલ.













