નવરાત્રી ગરબા મહોત્સવ દરમિયાન શરૂ કરાયેલો નવસારી ટાઉન પોલીસનો ‘મા–સહાયક’ અભિયાન બિરદાવાયુ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવરાત્રિ દરમિયાન ગરબા મહોત્સવમાં ભાગ લઈને મોડી રાત્રે ઘરે પરત ફરતી મહિલાઓ, યુવતીઓ અને બાળકોની સુરક્ષા તથા સલામત ઘરવાપસી સુનિશ્ચિત કરવાના હેતુથી નવસારી ટાઉન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલું ‘મા–સહાયક’ અભિયાનસરાહનીય પહેલ તરીકે સામે આવ્યું છે. પોલીસની આ જનહિતલક્ષી કામગીરીને આવકારતાં વિવિધ સામાજિક આગેવાનો દ્વારા પોલીસ વિભાગની પ્રશંસા કરવામાં આવી છે.નવરાત્રિ દરમિયાન શહેરમાં વિવિધ સ્થળોએ ગરબા મહોત્સવો યોજાતા હોય છે. આ દરમિયાન મોડી રાત્રે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઘરે પરત ફરતી મહિલાઓ, યુવતીઓ અને બાળકોની સુરક્ષા એક મહત્ત્વનો વિષય બની રહે છે. આવા સંજોગોમાં પોલીસ દ્વારા સલામતી અને સુરક્ષાની ભાવનાને પ્રાધાન્ય આપીને હાથ ધરવામાં આવેલું ‘મા–સહાયક’ અભિયાન નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ છે.આ અભિયાન અંતર્ગત મહિલાઓ અને બાળકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની જવાબદારી નિભાવવાનો અભિગમ પોલીસની સંવેદનશીલતા અને નાગરિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ખાસ કરીને તહેવારો દરમિયાન મહિલાઓ અને બાળકોને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે આવી પહેલોનું વિશેષ મહત્ત્વ છે.નવસારી ટાઉન પોલીસની આ કામગીરી બદલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કપિલ ડી. નકુમ સહિત પોલીસ ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ અંગે નવસારી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ રાકેશ કે. શર્મા, દક્ષિણ ગુજરાત AHP પ્રાંત અધ્યક્ષ કિશોરભાઈ કબાટવાળા, નવસારી શહેર AHP અધ્યક્ષ લોકેશ સોની, શહેર AHP મંત્રી ચેતન પટેલ, નવસારી શહેર રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ રોહિત લોદરીયા, RBD મંત્રી દીપક શર્મા, RBD ઉપાધ્યક્ષ ભાવેશ ઠક્કર, નવસારી તાલુકા AHP મંત્રી પ્રફુલભાઈ બારૈયા તથા કલ્પેશ પ્રજાપતિ સહિતના આગેવાનોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે નાગરિકોની સુરક્ષા, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા આવી લોકહિતકારી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. ‘મા–સહાયક’ અભિયાન દ્વારા સુરક્ષિત ઘરવાપસીનો સંદેશ આપતી નવસારી ટાઉન પોલીસની કામગીરીને સામાજિક આગેવાનો તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો